આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭
વિપત્તિનું દર્શન અને સત્યની જીજ્ઞાસા.


ઉઠી જતો. ઘેર જઈને પણ તે પુરૂં પેટ ભરીને ખાતો નહિ; કારણ કે બીજાને માટે પુરતું ખાવાનું રહેશે નહિ એમ તેને લાગતું.

પતિના મૃત્યુથી ભુવનેશ્વરી દેવીએ પણ સાધુ જેવું જીવન ગાળવા માંડ્યું. વૈરાગ્યવૃત્તિ ધારણ કરી અનેક વૃત્ત તે કરવા લાગ્યાં. હિંદુ શાસ્રોએ ફરમાવેલું તપોમય જીવન તેમનું થઈ રહ્યું. પ્રભુનું શરણ તેમણે ગ્રહ્યું અને તેમના ધાર્મિક હૃદયે માથે આવી પડેલી મહાન વિપત્તિને અંતરમાં શમાવી. એક મહાન પણ નિર્ધન ભક્તનું ધૈર્ય તેમણે ધર્યું આ અલૌકિક ધૈર્યનાં ચિન્હ તેમના ભવ્ય કપાળ ઉ૫૨ સર્વદા દેખાઈ આવતાં હતાં. આ કષ્ટમય દિવસોમાં જે પવિત્રતા, ધૈર્ય, સહનશીલતા, ઉચ્ચ ચારિત્ર, આત્મબળ, પ્રભુપરાયણતા અને નિડરતા તેમણે દાખવ્યાં હતાં તે અત્યંત સ્તુતિપાત્ર છે.

દુઃખના સમયમાં એક પછી એક અનેક દુઃખો આવીને પડે છે. અધુરામાં પુરૂં જે ઘરમાં નરેન્દ્ર રહેતો હતો તે ઘરની માલીકી વિષે વાંધો ઉઠ્યો અને તે બાબત કચેરીમાં કેસ ચાલ્યો.

નરેન્દ્રના કોઈ સગાએ તેના ઘરમાં તેનો ભાગ છે, અને તે વળી મોટો અને સારો ભાગ છે એમ કોર્ટમાં દાવો માંડ્યો. નરેન્દ્ર અને તેની માતાના મનપર આથી સખ્ત આઘાત થયો. પણ છેવટે તેઓ ધૈર્ય ધારણ કરી આ આપત્તિને ટાળવા કટિબદ્ધ થયાં.

પ્રખ્યાત બેરીસ્ટર વ્યોમેશચંદ્ર બેનરજી કે જે તેના બાપના મિત્ર હતા તેમણે તેનો દાવો લઢવાનું કામ માથે લીધું. દાવો ઘણા દિવસ ચાલ્યો. આ દાવાની દરમીયાન ઘણા બનાવો બન્યા, કે જે નરેન્દ્રનો ટોળી સ્વભાવ અને વર્તન દર્શાવી રહ્યા. સામી બાજુના બેરિસ્ટરે જાહેર કર્યું કે નરેન્દ્ર એક “ચેલો છે.” બેરિસ્ટર યુરોપિયન હતો અને તે “ચેલો” એટલે શું તે સમજતો નહોતો. તેના મનમાં ચેલો એટલે ગાંડો માણસ એમ હતું અને આવા ગાંડા માણસના