આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પરમ મિત્ર છું અને ક્રાઈસ્ટનો ખરેખરો અનુયાયિ છું; તો આ પરમહંસની પાસે કલાકોના કલાકો સુધી બેશી રહેવાને શા માટે ઇચ્છા કરૂં છું ? અને હું એકલોજ તેમ કરું છું એમ પણ નથી. મારા જેવા ઘણાય માણસો તેમ કરે છે ! હિંદુધર્મની મહત્તા અને મિષ્ટતાનો તે એક જીવતો જાગતો નમુનો છે ! તેણે ઇંદ્રિયોનું દમન કરી તેને વશ કરી મુકી છે. પોતાના પોશાકની પણ તેને દરકાર નથી. વખાણને ચહાતો નથી, અમૂર્ત, અનંત, અખંડ, સચ્ચિદાનંદ, પરમાત્માનો તે અનન્ય અને સાચો ભક્ત છે. ઘણાએ તેની જોડે વાતચિત કરી છે, ઘણાએ તેની બારીક તપાસ કરી છે. લોકોનાં ટોળાં ને ટોળાં તેને જોવા ને જાય છે; આપણા કેટલાક કેળવાયલા મુર્ખાઓને તેનામાં કંઈ પણ સારું દેખાતું નથી, કે પાદરીઓ તેને ઢોંગી કહે છે, આ બધાનું જે કહેવું છે તેની તુલના મેં મારા મન સાથે કરી છે, અને હું જે નીચે લખું છું તે બહુજ વિચારપૂર્વક લખું છું.”

“આ હિંદુ મહાત્માની ઉમ્મર ચાળીસ વર્ષની છે, તે જાતે બ્રાહ્મણ છે. તેના શરીરનો બાંધો મજબુત છે; પણ જે સખત તપાચરણ કરીને તેણે તેનું ચારિત્ર ઘડ્યું છે તે તપાચરણથી તેનાં ગાત્ર શિથિલ થયેલાં લાગે છે. આ શિથિલતામાં પણ તેના મુખ ઉપર જે ભવ્યતા, બાળક જેવી મૃદુતા, દીનતા, અવર્ણનિય મિષ્ઠતા અને હાસ્ય જણાઈ આવે છે તે બીજા કોઈના મુખ ઉપર જોવામાં આવતાં નથી. સામાન્ય રીતે હિંદુ ગુરૂઓ પોતાના બ્રહ્માચારને માટે ખાસ કાળજી રાખે છે, તેઓ ભગવાં કપડાં પહેરે છે, અમુક ખોરાક ખાય છે, અને મોટા ભક્ત કે બ્રહ્મજ્ઞાની હોવાનો દાવો કરે છે તથા ગુરૂપદ ધારણ કરે છે ! શ્રીરામકૃષ્ણ આવો કશો પણ દાવો કરતા નથી. તેમનો પોશાક અને ખોરાક બીજાના જેવોજ છે, બલ્કે