આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


કહીને સંબોધતા. તે કહેતા કે મહાકાળી ઈશ્વરની શક્તિ છે, આ શક્તિ સ્ત્રીઓના ચારિત્રમાં જણાઈ આવે છે. પુરૂષની સાથે રહેલી તે પ્રકૃતિ છે. જુલમી મનુષ્યો ઉપર તે જુલમ ગુજારે છે. જગતની તે માતા છે. તેની મહાન શક્તિ બતાવે છે કે તે તેને શરણે જનારનું રક્ષણ કરે છે. દેવીની પૂજા કરવી એ સ્ત્રી માત્રમાં રહેલી શક્તિની પુજા છે; આથી કરીને શ્રી રામકૃષણે સ્ત્રી માત્ર સાથે સંબંધ ત્યજ્યો છે. તે પરણેલા છે પણ કદિ તેમણે સંસારમાં પ્રવેશ કર્યો નથી. સ્ત્રી જાતિ અજેય છે. જે તેના તરફ પુત્ર તરિકે જુએ છે તે તેને જીતે છે, અને ભાર્યા તરીકે તેના તરફ જોનારને ઈશ્વરથી વિમુખ કરે છે. મોટા મોટા સંતો પણ એવા મોહમાં ફસાઈને પતિત થયા છે. કામ ઉપર જય મેળવવો એ શ્રી રામકૃષ્ણનું જીવન સુત્ર છે. ઘણાં વરસ સુધી તેમણે સ્ત્રીના મોહમાંથી છુટવાના પ્રયાસ કર્યો છે. આ મોહમાંથી છુટવાને તેમણે ગંગાના કિનારા ઉપર જઈ હૃદયને ચીરી નાંખે એવા પોકારો અને પ્રાર્થના કરી છે. તેમને રોતા સાંભળીને હજારો મનુષ્ય એકઠાં થયાં છે અને તેમનું રૂદન જોઇને તેઓએ આંખમાંથી આંસુ પાડ્યાં છે અને તેમને આશિર્વાદ આપ્યા છે.”

“આ પ્રમાણે કામ ઉપર તેમણે જય મેળવ્યો છે. જે મહાકાળીને તે ભજતા હતા તેણે તેમને દરેક સ્ત્રીને કાળીનો અવતાર માનતા કર્યા છે, અને તેથી કરી તે હવે દરેક સ્ત્રીને પોતાની માતા તરિકે ગણે છે. સ્ત્રીઓ આગળ તે પોતાનું માથું નમાવે છે અને ન્હાની કન્યાઓને પણ તે નમસ્કાર કરે છે. જેમ એક પુત્ર પોતાની માની પુજા કરે તેમ તે બધી સ્ત્રીઓની પુજા કરે છે. સ્ત્રીઓ સાથેનો તેમનો સંબંધ અને સ્ત્રીઓ વિષેના તેમના વિચાર, ઘણાજ પવિત્ર અને પ્રશંસનીય છે. હિંદુ સ્ત્રીઓને માન આપે છે એ વાતને તે સિદ્ધ કરે છે અને હિંદુ પ્રજામાં આ ગુણ મૂળથી, પૂર્વકાળથી