આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


બેદરકાર છીએ તે જણાઈ આવતું.”

“પરમહંસ કંઈ લખતા નથી, વાદવિવાદ કરતા નથી, બોધ આપવાનો પ્રયાસ કરતા નથી, પણ તે વારંવાર પોતાના અનુભવો કહ્યા કરે છે. પુરાણોમાં કહેલી કથાઓ ઉપર પણ તે તાત્વિક પ્રકાશ નાંખે છે, અને સૌને અજાયબી ઉત્પન્ન કરે છે. પોતે અભણ અને બહુજ સાદા છે, પણ પોતાની બુદ્ધિ અને જ્ઞાનથી સૌને ચકિત કરી નાંખે છે. પુરાણમાં કહેલા અવતાર વિષે બોલતાં તે કહે છે કે તે બધા અખંડ સચ્ચિદાનંદ પરમાત્માની શક્તિઓ અને લીલા છે.”

“હિંદુ ધર્મને માટેજ નહિ પણ બીજા ધર્મો તરફ પણ તે માન દર્શાવે છે. મુસલમાનોના અલ્લાનાં દર્શન કરવાને તેમણે મુસલમાની ધર્મની અનેક ક્રિયાઓ કરી છે, કુરાનના ફકરાઓ મોઢે બોલ્યા છે અને અલ્લાનો અનુભવ મેળવ્યો છે. ક્રાઈસ્ટને માટે પણ તેમને અગાધ માન છે. ક્રિશ્ચિયન દેવાલયમાં તે એક બે વખત ગયા છે અને ક્રાઇસ્ટનું નામ લેતાં તે પોતાનું મસ્તક નમાવે છે.”

“તેમના મુખમાંથી જે જે બોધ વચનો નીકળે છે તે સધળાં જો એકઠાં કરવામાં આવે તો જ્ઞાનનો એક મોટો ભંડાર બની રહે. મનુષ્ય, પ્રાણી અને પદાર્થ વિષેનાં તેમનાં અવલોકનોનો સંગ્રહ કરવામાં આવે તો જગતને એમજ માલમ થાય કે પૂર્વ કાળ પાછો આવ્યો છે. ભવિષ્ય ભાખનારાઓ અને વગર જાણ્યે અગાધ સત્ય દર્શાવનારા આ કળીયુગમાં પણ તેમનાં બોધ વચનો ઇંગ્રેજી ભાષામાં ઉતારવાં અશક્ય છે.”

“આ ભલો અને પવિત્ર મહાત્મા રામકૃષ્ણ હિંદુ ધર્મની મિષ્ટતા અને ઉંડાં તત્ત્વોની સાબિતિ છે. તેણે સંપૂર્ણ રીતે ઈંદ્રિયનિગ્રહ કર્યો છે, તે પોતાના આત્મા રૂપ બની રહ્યા છે. ધર્મનાં સત્યો, આનંદ અને પવિત્રતાએ તેમનામાં વાસ કરેલો છે. તે સિદ્ધ