આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯
શ્રીરામકૃષ્ણનો સમાગમ.


વૃક્ષની છાયામાં ઉભો હતો. તેના મુખ ઉપર તીવ્ર વેદના અને શંકાનાં ચિન્હ દેખાતાં હતાં. તેને સત્ય ખોળવાની ઉત્કટ ઇચ્છા હતી. પવિત્ર દેવાલયોના ઘંટનાદથી તેના અંતરાત્મામાં કંઈક ભક્તિભાવ ઉત્પન્ન થયો હતો. પણ તેનું ચિત્ત શ્રીરામકૃષ્ણને પુરેપુરા સમજવા મથતું હતું. આ માણસ તે કેવો હશે! એમ વારંવાર તે પોતાના મનમાં પૂછતો હતો. એટલામાં એક મનુષ્યને તેણે જોયો. દક્ષિણેશ્વરના મંદિર પાસે પવિત્ર ગંગાના કિનારા ઉપર તે મનુષ્ય બેદરકારીથી પગલાં ભરતો ભરતો, આકાશ તરફ જોતો ધીમે ધીમે ચાલતો હતો; અને હાથ વતી તાળી પાડી હરિનું નામ ઉચ્ચારતો હતો. પોતાનું ભાન તે ભૂલી ગયો હોય એમ લાગતું હતું. છતાં તેના મુખ ઉપર આનંદનો ઓધ છવાઈ રહેલો જણાતો હતો. આ પુરૂષ તે શ્રીરામકૃષ્ણ પરમહંસ હતા. મંદિરમાં આરતી થઈ રહ્યા પછી નામેાચ્ચારણનો ધ્વનિ ગાજી રહ્યો હતો.

મંદિરમાં થતા નામેાચ્ચારણથી તેમનું હૃદય મસ્ત બની રહ્યું હતું અને એવી દશામાં તે ગંગાના કિનારા ઉપર ફરી રહ્યા હતા એકદમ તે અટક્યા અને મંદિર તરફ વળ્યા. નરેન્દ્રે તેમને જોયા અને તેમની પાછળ ગયો ! બંને મંદિરમાં પેઠા એટલે શ્રી રામકૃષ્ણ મોટા અવાજથી શ્રીમહાકાળીનું નામ લેવા લાગ્યા. નરેન્દ્ર ત્યાંથી પાછો ફર્યો અને પંચવટી આગળ ગયો. પાછો તે શ્રીરામકૃષ્ણના સંબંધમાં અનેક વિચાર કરવા લાગ્યો.

એટલામાં શ્રીરામકૃષ્ણ મંદિરમાંથી પાછા આવ્યા અને ઘર તરફ જવા લાગ્યા. રસ્તામાં પંચવટી આગળ કોઈ બેઠેલું જણાયું. તે નરેન્દ્ર હતો. તે વિચારમાં મગ્ન હતો. શ્રી રામકૃષ્ણ જરા દૂર ઉભા રહ્યા અને જોવા લાગ્યા.

નરેન્દ્ર વિચારમાં ગરક થઈ ગયો હતો અને શ્રીરામકૃષ્ણ