આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩
શ્રીરામકૃષ્ણનો સમાગમ.


અને અર્વાચિન સુવિચારોને પણ તેમાં યોગ્ય માન મળ્યું છે.

જ્યારથી શ્રીરામકૃષ્ણે નરેન્દ્રનું મુખ જોયું હતું ત્યારથી તેમની તેના તરફ બહુજ કૃપા ઉભરાયા કરતી હતી. પવિત્ર આત્માઓને પરસ્પર બાંધનાર બંધનો પણ આશ્ચર્યકારકજ હોય છે. શ્રી રામકૃષ્ણ અને નરેન્દ્ર આ બંને વ્યક્તિઓ વચ્ચેના પ્રેમ અમાનુષી હતો. આ પ્રેમ એટલો તો અગાધ હતો કે આખરે ગુરુ અને શિષ્ય બંનેનું બોલવું, વિચારવું, બેસવું, ઉઠવું, અરે, આખું જીવન એકજ થઈ રહ્યું હતું અને તેથી તેમના શિષ્યો બંનેને એકજ વ્યક્તિ રામકૃષ્ણ વિવેકાનંદ તરીકે સંબોધતા હતા ! શ્રીરામકૃષ્ણ નરેન્દ્રથી વધુ દિવસ જુદા રહી શકતા નહતા. જ્યારે નરેન્દ્ર પોતાને ઘેર હોય અને ઘણા દિવસથી આવ્યો ન હોય ત્યારે શ્રી રામકૃષ્ણ એકાંતમાં બેસીને અશ્રુપાત કરતા અને કાળી દેવીને પ્રાર્થના કરતા કે તું નરેન્દ્રને મોકલ !

કોઈવાર નરેન્દ્ર મનમાં ડરતો કે શ્રીરામકૃષ્ણમાં અલૌકિક શક્તિ હોવાથી તેઓ તેના મનને ગમે તે માર્ગે વાળી દેશે; તે ક્વચિત તો ધારતો કે શ્રીરામકૃષ્ણ એક અંધશ્રદ્ધાળુ ઘરડો માણસ છે ! ક્વચિત એવા ખરાબ વિચારો માટે પશ્ચાત્તાપ થઈ આવી શ્રીરામકૃષ્ણના અગાધ પ્રેમ તેના મનને પીગળાવી નાંખતો.

શ્રીરામકૃષ્ણની આંખો તરફ તે તાકીને જોતો અને આશ્ચર્ય પામતો. એક દિવસ એવું બન્યું કે નરેન્દ્ર ઘણા દિવસથી આવ્યો નહોતો; તેથી તેને બોલાવવાને શ્રી રામકૃષ્ણે માણસ ઉપર માણસ મોકલ્યાં. નરેન્દ્ર આવ્યો અને કહેવા લાગ્યો: “તમે વારેઘડીએ મારુંજ રટણ કેમ કર્યા કરો છો ? આથી તો ઉલટા તમેજ મારા જેવા થઈ જશો ! ભરત મુનિએ હરણનોજ વિચાર કર્યા કર્યો અને બીજા અવતારમાં તે હરણ થઈનેજ અવતર્યા !”

આ કાયસ્થના છોકરા તરફ તેમનું મન એટલું બધું કેમ આકર્ષાતું