આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩
શ્રીરામકૃષ્ણની શિક્ષણ પદ્ધતિ અને નરેન્દ્રની તૈયારી.


એ શબ્દનો અર્થ તું કેવો કરે છે ? શ્રદ્ધા માત્ર અંધજ છે ! શું શ્રદ્ધાને આંખ હોય ? અંધશ્રદ્ધા એમ શા માટે કહે છે ? શ્રદ્ધા અથવા પરોક્ષ જ્ઞાન એમ કહે. એક અંધશ્રદ્ધા અને બીજી આંખવાળી શ્રદ્ધા એમ ભાગ પાડવાથી શો અર્થ છે ? સ્વાનુભવથી કિંચિત્‌ સમય પણ સત્યનું દાન થયું નથી ત્યાં સુધી સઘળું તત્વજ્ઞાન અંધશ્રદ્વાજ છે.” જેમ જેમ નરેન્દ્ર વધારે તર્ક કરતો ગયો તેમ તેમ શ્રી રામકૃષ્ણથી તે વધારેને વધારે પકડાતો ગયો. એકવાર જેમને તે અભણ અને ગાંડા ધારતો હતો તેવા શ્રીરામકૃષ્ણથી છેવટે તે હારી ગયો અને પોતાની જીંદગીમાં ફરીથી કદિ “અંધશ્રદ્ધા” એવો શબ્દ વાપર્યો નહિ ! તેને ખાત્રી થઈ કે પાંડિત્યમાં ખરી ધાર્મિકતા નથી પણ સ્વાનુભવમાં છે. તેણે જાણ્યું કે હૃદયનો વિકાસ થવો જોઈએ, માણસે ઈશ્વરને જોવો જોઇએ. તેને લાગ્યું કે શ્રીરામકૃષ્ણનો બોધ તેમની ઉંડી આધ્યાત્મિક દૃષ્ટિનું જ પરિણામ છે અને તેથી જ તે અજેય છે તે આધ્યાત્મિક દૃષ્ટિ તેણે પણ હરકોઈ રીતે મેળવવી જોઈએ.

ઘણી વખત શ્રીરામકૃષ્ણ સમાધિસ્થ દશામાં જ શિષ્યોને નજરે પડતા. કેટલીકવાર સમાધિમાંથી જાગીને શિષ્યોનાં હૃદયને હલાવી મૂકે એવાં અગાધ સત્યો તે કહેતા. શ્રીરામકૃષ્ણના બોધની પાછળ તેમનું પ્રભાવશીલ ચારિત્ર હતું. આ ચારિત્રની છાપ ઘણીજ ઉંડી પડી રહેતી. સર્વ તરફ ભ્રાતૃભાવ રાખવાનો બોધ તે કરતા અને તે ભ્રાતૃભાવ તેમના જીવનમાં ક્ષણે ક્ષણે દેખાતો. વળી તેમનું અહિત કરનાર તરફ પણ તે સર્વદા જાગૃત રહેતા. ગર્વને તેમણે બાળીને ભસ્મ કરી નાંખ્યો હતો. સર્વત્ર બ્રહ્મનેજ તે જોતા. ઈશ્વરને કેમ ભજવો તેના ઉત્તરમાં તે કહેતા : “ગમે તે પ્રકારે ભજો ! ઈશ્વર એક કીડીના પગનો પણ અવાજ સાંભળે છે.” સાદા, ખાત્રીવાળા અને માર્મિક શબ્દોમાં તે જવાબ આપતા. તે બોલતા ત્યારે તેમના ઊંડા અંતરાત્મામાંથી