આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭
શ્રીરામકૃષ્ણની શિક્ષણ પદ્ધતિ અને નરેન્દ્રની તૈયારી.

શ્રીરામકૃષ્ણ શાંતપણે સૌ સહન કરતા. એક દિવસ તો નરેન્દ્ર હદ પાર ટીકાઓ કરવા લાગ્યો અને તે એટલે સુધી કે શ્રી રામકૃષ્ણ જેવા ધીરજવાળા મનુષ્ય પણ તે વધારેવાર સાંભળી શક્યા નહિ, નરેન્દ્રની ટીકાઓ સાંભળીને તેમનું મગજ પાકી ગયું. તે આખરે બોલી ઉઠ્યા “તું અહીંથી જા અને ફરીથી અહીં આવીશ નહિ. શ્રીરામકૃષ્ણ કહેતા કે જેણે કાશી જોયું છે તેને ગમે તેટલું સમજાવો પણ તે કાશી નથી એમ કદિ કહેવાનો નથી. છોકરૂં જણીને પારણે ઝુલાવી રહેલી સ્ત્રીને કોઈ કહે કે તું પરણીજ નથી અથવા વાંઝણી છે તો તે કેવી રીતે માનશે ?

નરેન્દ્ર એકદમ ચાલ્યો ગયો. ચાલ્યો તો ગયો પણ ક્ષણવારમાં તેનો પગ પાછો પડ્યો. શ્રી રામકૃષ્ણ જેવા અનુભવી અને સાચા અંત:કરણવાળા મનુષ્યના શબ્દોમાં તેના જેવા બીજા અનુભવીએ શંકા કરવી એ ઉચિત નથી. શ્રીરામકૃષ્ણનો સત્યાગ્રહ સ્વાભાવિક છે, કૃત્રિમ નથી, તેમના બોલ ખરા અંતઃકરણની લાગણીવાળા અને અનુભાવથી ભરેલા છે. જેમ તે બોલે છે તેમ તે ચાલે છે અને આ વર્તન નિરંતર જોવામાં આવે છે. આવા મનુષ્યના કથનમાં ઉંડું સત્ય હોવું જ જોઈએ, એમ વિચારીને નરેન્દ્ર શરમાયો અને પાછો ફર્યો.

આ પ્રમાણે નરેન્દ્ર શંકાઓ કરતો તેથી શ્રી રામકૃષ્ણ ખુશી થતા; કારણ કે તે જાણતા હતા કે હૃદયની સઘળી શંકાઓનું સમાધાન કરીનેજ જો નરેન્દ્ર સત્ય જ્ઞાન મેળવશે તેમજ જગતમાં સર્વની શંકાઓને દૂર કરી શકશે અને હિંદુ ધર્મનું રહસ્ય લોકોના મનમાં ઠસાવી શકશે. શ્રીરામકૃષ્ણ વારંવાર કહેતા “જેમ નાણાવટીઓ રૂપીઆને વારંવાર ફેરવી ફેરવીને તપાસી જુએ છે તેમ તું દરેક બાબત તપાસી જોજે, તારી ખાત્રી થયા વગર કશુંજ માનતો નહિ. શ્રી રામકૃષ્ણના જીવનથી ઉત્તમ વેદાંતી નરેન્દ્રના મન ઉપર ઘણી જ અસર થતી. ગીતામાં