આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


હતું. શ્રી રામચંદ્રનું સત્યશીલ જીવન, અત્યંત ધાર્મિકતા, પિતૃવત્લતા, શ્રીરામ – આજ્ઞાધારક પુત્ર, ભલો, પ્રેમી અને વિશ્વાસ પાત્ર પતિ – ન્યાયી, દયાળુ અને પ્રજાપાળક રાજા – જેની નોકરી, ચાકરી, સેવા કરવાનું પણ મહદ્ ભાગ્ય ગણાતું હતું, રે, જેને માટે જીવનો પણ ભોગ આપવો એ મોક્ષ પ્રાપ્તિજ મનાતી હતી – તેવા શ્રીરામપ્રાતઃકાળનું નામ – જેના પવિત્ર નામ સ્મરણથીજ આ લોક અને પરલોકનું હિત સધાય – તેવા શ્રીરામચંદ્રનું ચરિત્ર અનેક ભાવથી ચિતરાતું હતું અને તેના શ્રવણમાં શિષ્યોનું ચારિત્ર ઘડાતું હતું. જનકની પુત્રી શ્રી જાનકી – ભગવતી શ્રી જગદંબા – જેણે અનેક કષ્ટો વેઠી પતિ સાથેજ વનવાસમાં રહેવાનું વધારે પસંદ કર્યું તે સીતા – સતી, પતિવૃતા જેના શિયળ વૃતની જ્યોતિની જ્વાળા એટલી તો પ્રચંડ ફેલાઈ રહી હતી કે તે એકલી – અનાથ – અબળા છતાં પણ તેના નિવાસ સ્થાન અશોકવાટિકામાં દુષ્ટ રાવણ પોતાનો પગ મુકતાં બળ્યો બળ્યો થઈ રહેતો હતો ! સ્વામી વિવેકાનંદ જાતેજ કહેતા કે જગતના પ્રાચીન અર્વાચીન ઇતિહાસનાં પાનાં ઉથલાવો પણ બીજી સીતા તમને મળશેજ નહી. સીતા તો સમગ્ર સંસારમાં એકજ થઈ છે !

છેવટે ભજન કીર્તન થતું અને શ્રીરામકૃષ્ણ તેમાં મુખ્ય ભાગ લેતા લેતા ભાવ સમાધિમાં આવી જતા.

આમ મહાસતી સાધ્વી સીતાના જીવનની ઉંડી છાપ શિષ્યોના હૃદય પટ ઉપર કોતરાતી હતી. ક્વચિત શ્રીકૃષ્ણનું અલૌકિક જીવન, ભક્ત વત્સલતા, સખાભાવ, સંસારી છતાં પરમ વૈરાગ્ય, યોગ, પરાક્રમ, ગીતામાં વર્ણવેલ અનુપમ બોધની ઉંડી અસર સર્વના હૃદયપર કરાતી હતી. ક્વચિત શંકરાચાર્યની મહાબુદ્ધિમત્તા, શ્રી ચૈતન્યનો ભક્તિભાવ, કબીરનું વિશાળ હૃદય અને ગુરૂ નાનકનું જ્ઞાનબળ - આમ એક પછી એકનો ચિતાર શ્રોતાઓના મગજમાં ખડો કરાવતો