આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૯
ભાવીજીવનનો ઉષઃકાલ અને મઠમાં જ્ઞાનાનંદ.


લાગ્યા. નરેન્દ્ર પણ થોડોક સમય પોતાને ઘેર રહીને કુટુંબની કંઈક વ્યવસ્થા કરવાની અધુરી હતી તે પુરી કરી. પછી તે મઠમાં આવ્યો અને પેલા બી. એ.ના અભ્યાસીઓને ઘેર જઈને તેમને સમજાવવા લાગ્યો. પૂર્ણ આધ્યાત્મિક જુસ્સાથી તે તેમની પાસે જતો, તેમની સાથે વાદવિવાદ કરતો, એક સિંહની માફક અનેક વાર ગર્જના પણ કરતો અને એવી ભાષા તથા જુસ્સાથી તે વૈરાગ્યની મહત્તા. સાબીત કરતો કે તેને શ્રવણ કરનારાઓ મહાતજ થઈ જતા. તે કહેતો: “આ બંધનમાંથી મુક્ત થાવ. બીજાને ગમે તે પસંદ હોય પણ તમારે આમ તમારું જીવતર નકામું કરી નાંખવાનું નથી. તમને આપણા ગુરૂદેવ યાદ આવતા નથી? આધ્યાત્મિક અનુભવ આગળ સઘળું ઐહિકજ્ઞાન અજ્ઞાન જેવું જ છે. વૈરાગ્યને ઇચ્છવો અને વળી જગતના પદાર્થોને ચ્હાવા એ બંને એકી વખતે બનવું અશક્ય છે. પરિક્ષાનો વિચાર છોડી દો, ડીગ્રીને વહેતી મૂકો ! અરે, તમે જે ઐહિકજ્ઞાન મેળવ્યું છે તે સઘળાને પણ વિસારી દેશો ત્યારેજ આધ્યાત્મિક જીવનના તમે ભોક્તા થશો.”

આ સાંભળીને એક પછી એક એમ દરેકે પોતાનાં પુસ્તકો ફેંકી દીધાં અને ડીગ્રીના લોભ છોડી દઈ સઘળા મઠમાં આવીને રહ્યા.

શ્રી રામકૃષ્ણના ગૃહસ્થાશ્રમી શિષ્યો અને સંન્યાસી શિષ્યો વચ્ચે હવે એ પ્રશ્ન ઉભો થયો કે શ્રીરામકૃષ્ણની વિભૂતિ કોણે રાખવી ? નરેન્દ્ર વચમાં પડ્યો અને સંન્યાસી શિષ્યોને સમજાવવા લાગ્યો “ખરું મનુષ્યત્વ પ્રાપ્ત કરો. આપણા ગુરૂએ બોધ આપ્યો છે કે મનુષ્યે ખરા મનુષ્યત્વને પ્રાપ્ત કરવું. તેમને વિભૂતિ લેવા દ્યો ! આપણે સંન્યાસ ગ્રહીને, ગુરૂનાં વચન પાળીને, તેમના તરફની આપણી ભક્તિની સાબીતિ આપીએ નહીં તો આપણે તેમની વિભૂતિની પૂજા ગમે તેટલી કરીએ તોપણ શું થયું ? શ્રીરામકૃષ્ણના શિષ્યો તેમની વિભૂતિ માટે