આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સ્વીકાર કરતા અને ઇશ્વરને ઉપકાર માની તેનો ઉપયોગ કરતા.

આ યુવાન સાધુઓનાં માબાપ પણ મઠમાં આવતાં અને હજી પણ તેમને ગૃહસ્થાશ્રમી થવાને સમજાવતાં. તેઓ રોતાં, વખતે ધમકાવતાં અને કાલાવાલા પણ કરતાં. પણું સઘળું ફોગટ જતું. સર્વસ્વનો ત્યાગ આ સાધુઓએ કર્યો હતો; ઈશ્વરના રટણ શિવાય તેમની પાસે હવે બીજી કંઈ પણ વાત નહોતી, આખરે તે માબાપો નરેન્દ્રનો વાંક કહાડી તેને ધમકાવવા લાગ્યાં અને બોલ્યા: “આ સર્વ તોફાનનું કારણ આ નરેન્દ્રજ છે ! આ છોકરાઓ ઘેર આવ્યા હતા અને પોતાનો અભ્યાસ કરતા હતા તેમાંથી નરેન્દ્રે જ આવીને તેમના વિચાર બદલી નાંખ્યા !” આ સાંભળીને નરેન્દ્ર અને તેના ગુરૂભાઈઓ ખડખડ હસતા અને સાધુ જીવનની સહનશીલતા દર્શાવી આપતા. ક્વચિત્ તેઓ સંવાદ કરતા, કવચિત્ વાદ્ય સાથે ભજન ગાતા, અને સંસારના વિચારોને તેના આનંદમાં ડુબાડી દેતા. ભજનમાં નરેન્દ્રનો સ્વર સૌને અત્યંત મધુર લાગતો. શ્રીરામકૃષ્ણ કહેતા કે “મોરલીના મધુર સ્વરથી આકર્ષાઇને જેમ નાગ પોતાની ફેણ માંડે છે, તેમજ નરેન્દ્ર જ્યારે ગાય છે ત્યારે સાક્ષાત્ નારાયણ–અંતર્યામી– પણ સ્તબ્ધ બની રહે છે !” ભજન કીર્તનમાંથી કામિની અને કાંચન વિષે વાદવિવાદ કરવા ઉપર સૌ આવી જતા અને તેઓનાં અંતઃકરણમાં આધ્યાત્મિકતાનો દિવ્ય પ્રકાશ ઝળહળી રહેતો. તેઓ સાંસારિક જીવનને તુચ્છ ગણતા, વૈરાગ્યને શ્રેષ્ઠ માનતા અને ઉચ્ચ સ્વરથી ઉચ્ચારતા કે “तमसोर्मा ज्योतिर्गमय.”

કેટલોક સમય તત્વજ્ઞાનના અભ્યાસમાં પણ ગળાતો. કેન્ટ મિલ, હેગલ, સ્પેન્સર અને જડવાદીઓના સિદ્ધાંતો પણ ખૂબ ચર્ચાઈ અસાર ઠરતા. હમેશાં નરેન્દ્ર તેના ગુરૂભાઈઓથી વિરૂધ્ધ પક્ષજ લેતો, તેમના ઉપર વિજય મેળવતો અને પોતાના કથનમાં રહેલા હેત્વાભાસને