આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૫
પાવરી બાબા

ઉજ્જવલ કીર્તિથી પ્રેરાઈ રહ્યા ! પૌર્વાત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિની તુલના કરી સ્વામીજીએ સૌના મનમાં ઠસાવ્યું કે પાશ્ચાત્ય સુધારો અનિષ્ટ પરિણામ યુક્ત જડવાદથીજ જડિત છે ત્યારે હિંદનું જીવન તો ધર્મજ છે. ધર્મથીજ તેનો ઉદય અને જય છે. ધર્મનાં લક્ષણ દયા, ક્ષમા, તપ, સત્ય, બ્રહ્મચર્ય વગેરે શિવાય કઈ પ્રજાએ પોતાનો ઉદય કર્યો છે ! સઘળા સાધુઓ હિંદ વિષેના અનેક પ્રશ્નોના મનમાં વિચાર કરવા લાગ્યા. પોતાની માતૃભૂમિનો પુનરોદ્ધાર થાય એવી ઈચ્છા ધરતા પ્રભુને પામી રહ્યા.

પ્રકરણ ૨૫ મું-પાવરી બાબા.

ગાઝીપુરમાં પાવરી બાબા કેવું અદ્ભુત જીવન ગાળી રહ્યા હતા ! એક વખત આખા હિંદમાં મહાપુરૂષોની શોધ કરતાં કેશવચંદ્રસેને આ યોગી વિષે સાંભળ્યું અને તેમનાં દર્શન કરવાને માટે તે ગયા હતા. દક્ષિણેશ્વરના બાગમાં વિવેકાનંદે તેમની હકીકત જાણી અને કાશીપુરથી તેમનાં દર્શનાર્થે ગયા ત્યારે પાવરી બાબાના જીવનથી તેમના મન ઉપર ભારે અસર થઇ રહી હતી.

આ પાવરી બાબા એક બ્રાહ્મણના પુત્ર હતા. નાનપણમાં તેમને ન્યાય અને વ્યાકરણ શિખવવામાં આવ્યાં હતા. રામાનુજ સંપ્રદાયનાં પુસ્તકોના તેમણે અભ્યાસ કર્યો અને પોતાના પાલકના મૃત્યુ પછી તે સત્યની શોધમાં સ્થળે સ્થળે વિચરવા લાગ્યા. ગિરનાર પર્વત ઉપર તે યોગ શિખ્યા. પછીથી તે બનારસ ગયા અને ત્યાં એક સંન્યાસી પાસે અદ્વૈત-વેદાન્તનો અભ્યાસ કરવા લાગ્યા.

કેટલાંક વર્ષ સુધી સંપૂર્ણ ત્યાગીનું જીવન ગાળ્યા પછી આખરે તે ગાઝીપુરમાં આવીને રહ્યા હતા. અહીં નદીને કિનારે