આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૧
હિમાલયમાં પર્યટણ.


ધકેલતું હોય તેવું મને લાગ્યું હતું.”

હૃષીકેશથી સ્વામીજી હરદ્વાર ગયા અને ત્યાંથી મીરત ગયા. મીરતમાં એમને એમના ઘણા ગુરૂભાઈઓ આવી મળ્યા અને તેમનો મુકામ કલકત્તાના મઠ જેવો બની રહ્યો. સ્વામીજી સર્વને વિષ્ણુપુરાણ, કુમારસંભવ વગેરે સંસ્કૃત પુસ્તકો વાંચી સંભળાવતા હતા. પણ આ પ્રમાણે સમય ગાળવામાં સ્વામીજીને સંતોષ થતો નહોતો. હૃષીકેશ અને હરદ્વારમાં રહીને પોતાનું જીવન એકાંત તથા તપાચરણ અને અભ્યાસમાં ગાળી રહેલા અનેક સાધુઓના સ્વાતંત્ર્યનો વિચાર તેમને વારંવાર થઈ આવતો. હિમાલયમાં અન્ય યોગ્ય સ્થાન તે ખોળી રહ્યા હતા. એકાંતવાસ, તપાચરણ, યોગ, સાધના – આને માટે તે સર્વદા ઝંખના કરી રહ્યા હતા. જગતમાં તેમણે અનેક કાર્યો કર્યા છે, પણ ક્ષણે ક્ષણે તેમને કાર્ય છોડીને એકાંતવાસમાં આત્મમયતા પ્રાપ્ત કરવાનું મન થઈ આવતું. વારંવાર તે પવિત્ર ગંગાને કિનારે જઇને બેસવાની ઇચ્છા કરતા. સાધુતા અને વૈરાગ્ય તેમના જીવનમાં ઓતપ્રોત થઈ રહેલાં હતાં. તે જે કાર્ય કરતા તે નિષ્કામપણે કરતા અને ત્યાગની શ્રેષ્ઠતા તેમની રગેરગમાં ઘર કરી રહી હતી. કઈ વખતે તે કોઈપણ કાર્યનો ત્યાગ કરશે અને ગંગાને કિનારે જઇને બેસશે તે કોઇથી કહી શકાતું નહીં. સ્વામીજીનું જીવન સમજવાને એટલું ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તેમણે અનેક પ્રવૃત્તિમય જીવન ગાળ્યું હતું તોપણ સર્વદા તેમનું ચિત્ત પ્રભુ તરફ જ લાગેલું રહેતું અને તે ક્ષણે ક્ષણે એકાંતવાસ તથા નિવૃત્તિમય જીવનની ઇચ્છા કરતા. એવા જીવનની સર્વોપરિતા અને મહત્તા તે સ્વીકારતા અને તેવીજ ભાવનાઓમાં રમમાણ રહેતા. સ્વામીજી કહેતા “હૃષીકેશમાં મેં ઘણા મહાપુરૂષો જોયા છે. એક સાધુ ગાંડા જેવો દેખાતો હતો. તે નગ્ન શરીરે ફરતો હતો. કેટલાક