આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૩
દીલ્લી અને અલવર.


કીલ્લો આવી રહેલો છે અને તેમાં બાદશાહના ભવ્ય મહેલો છે. થોડેક દૂર જુમ્મા મસીદ આવેલી છે.

સ્વામીજી દીલ્લીમાં દરેક ઠેકાણે ગયા અને સઘળું જોયું. બાદશાહોની કબરો જોતાં તેમને મહારાજ્યોની અને માનુષી કીર્તિની અનિત્યતાનું સ્મરણ તાજું થયું. અહીંઆં પણ તેમના ગુરૂભાઈઓ તેમને ખોળતા ખોળતા આવી પહોંચ્યા ! ફરીથી પણ સ્વામીજીએ તેમનો ત્યાગ કર્યો અને દીલ્લી છોડીને એકલાજ ચાલતા થયા ! મનમાં તે બોલ્યા “મારા માર્ગમાં બાધક થનાર સઘળાં વિઘ્નોને મારે દૂર કરવા જોઇએ.”

સ્વામીજી સાધુજીવન અને એકાંતવાસની સર્વોપરિતાને માનતા, પણ જનસેવા – ભૂતદયા – વિનાના જીવનને પણ શુષ્કજ ગણતા. ભારતવર્ષની ગરીબાઈ અને અજ્ઞાન જોઇને તેમનું હૃદય દ્રવી રહ્યું હતું. આથી કરીને ભારતવર્ષમાં સ્થળે સ્થળે રખડી, જનસમૂહની સ્થિતિનો અભ્યાસ કરી, માતૃભૂમિના પુનરોદ્ધારની યોજના ઘડવી અને તેના સાધનો શોધી કહાડવાં – આ મહા તપને હવે સ્વામીજી તપી રહ્યા હતા. આ તપ તપવામાં સ્વામીજીએ અનેક કષ્ટો વેઠ્યાં છે.

કેલિફોર્નિઆમાં ભાષણ આપતાં આ સમયની હકીકત વિષે નીચે પ્રમાણે તે બોલ્યા હતા: “ઘણી વખત હું મોતના પંઝામાં સપડાયો છું. દિવસના દિવસો સુધી મને ખોરાક મળતો નહીં અને મારાથી આગળ ચલાતું નહીં. હું એકાદ વૃક્ષની છાયામાં બેસતો અને જીવનનો અંત આવતો હોય એમ મને લાગતું. મારાથી બોલાતું પણ નહોતું. આખરે મને આત્મવિચાર આવતો કે “મારે જન્મ કે મૃત્યુ નથી; હું કદી જન્મ્યો નથી, કદી મર્યો નથી; મારે ક્ષુધા કે તૃષા નથી; હું આત્મા છું ! આત્મા છું ! સઘળી પ્રકૃતિ મળીને પણ મને હણી શકે નહીં. શરીર કાંઈ હું નથી કે તે હોય કે નાશ પામે તેને