આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


માટે હર્ષ – શોક કરું !” આવા આવા આત્મવિચાર આવતાં નવીન બળ પામીને હું ઉભો થતો. અને જુઓ, આજે હું જીવતો છું ! જ્યારે જ્યારે આફત આવે ત્યારે ત્યારે તમારા સ્વરૂપનું ભાન કરો અને આફત ચાલી જશે. કારણકે આખરે તે પણ એક સ્વપ્નજ છે. આફતો મોટી પર્વત જેવડી હોય અને સઘળી વસ્તુઓ નિસ્તેજ અને ભયંકર લાગે, તોપણ તેઓ માયાજ છે. તેનાથી ડરશો નહીં અને તેનો નાશ થશે ! તેની સામા થાવ અને તે જશે ! તેના ઉપર પગ મુકો અને તેનો અંત આવશે !”

જેમ જેમ વધારે પર્યટણ અને જેમ જેમ ભારતવર્ષનો વધારે ઉંડો અભ્યાસ કરતા ગયા તેમ તેમ દેશની જરૂરીઆતોનો ખરેખર ખ્યાલ તેમને આવતો ગયો અને ભારતવર્ષનું ગૌરવ શેમાં રહેલું છે, તે પણ રૂડે પ્રકારે તેમણે જોયું. સાથે સાથે પ્રજામાં કયા કયા દોષો રહેલા છે તે પણ તેમણે તપાસ્યું. પ્રજાની એક માટી ભુલ અથવા ખામી – વ્યક્તિત્વનો નાશ – તેમને જણાઈ. આ વ્યક્તિત્વને પાછું લાવવાનું પ્રાચીન રૂષિ મુનીઓનું જ શિક્ષણ આવસ્યક છે એમ તેમની ખાત્રી થઈ. તે કહેતા “ધર્મ વડે કરીને ભારતવર્ષની આ સ્થિતિ આવી છે એમ નથી, પણ ધર્મનું બરાબર પાલન નહીં કરવાથીજ આ દુર્દશા પ્રાપ્ત થયેલી છે.”

પુનામાં જ્યારે તેમણે પેશવાનાં મકાનોનાં ખંડેરો જોયાં અને તેમના નાશનું કારણ ખોળી કહાડ્યું ત્યારે પણ તેમને એમજ લાગ્યું હતું.

દીલ્લીથી રજપુતાનાની ઐતિહાસિક ભૂમિમાં ! સુંદર અલવારમાં ! રજપુતાનાનાનું નામ કેટલા વીરપુરૂષો અને તેમનાં પરાક્રમોનું સ્મરણ કરાવે છે ! આ નામનો ઉચ્ચાર કરતાં હિંદુ હૃદય કેવું ઉછળી રહે છે !

વિજયવંત અકબરની સામે થનાર અનેક રજપુત રાજાઓ -