આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


એક સ્થળે નીલકંઠ મહાદેવનું સ્થાન હતું. ત્યાં જતાં રસ્તામાં સ્વામીજીએ પોતાની સાથેના શિષ્યોને અનેક બોધક રસપ્રદ વાર્તાઓ કહી સંભળાવી. દેવાલય આવ્યું એટલે મહાદેવની પ્રતિમા આગળ બેસીને સ્વામીજીએ નીલકંઠ નામ શી રીતે પડ્યું તે વિષેની પ્રાચીન કથા તેમને કહેવા માંડી. દેવોએ સમુદ્ર મંથન કર્યું અને તેમાંથી વિષ નીકળ્યું ત્યારે તેનું પાન મહાદેવજી કરી ગયા અને તેમનો કંઠ કાળો થઈ રહ્યા. આથી તે નીલકંઠ કહેવાયા.

સમુદ્ર મંથનમાંથી નીકળતાં સુખદાયક રત્નોની તેમને પરવા નહોતી અને તેથી ઘણે દૂર કૈલાસમાંજ તે બેસી રહ્યા હતા; પણ જ્યારે દેવતાઓએ વિષથી ડરીને તેમની મદદ માગી ત્યારે તે એકદમ આવ્યા અને વિષનું પાન કરી ગયા ! જગતના સુખને માટે પોતાનો જીવ તેમણે જોખમમાં નાંખ્યો. કેવો સ્વાર્થ ત્યાગ ! સઘળા દેવ માયાને વશ થયા, તેનાં મીઠાં ફળ ચાખવાને સૌ આવ્યા; પણ તેનું અનિષ્ટ ફળ ભોગવવું સૌને અઘરું થઈ પડયું ! ભાયાતીત-સાધુ-મહાદેવ મૃત્યુથી નહીં ડરતાં સૌની વારે ધાયા અને તેમને બચાવ્યા. કેવી સુંદર કથા !

સ્વામીજીએ પોતાના શિષ્યોને અહીંથી પાછા વિદાય કર્યા અને પોતે એકલા આગળ ચાલતા થયા. અહીંથી તે જયપુર ગયા અને રાજાના પરોણા તરીકે થોડોક સમય રહ્યા. જયપુરમાં એક પંડિત પાસે પાણિનિ કૃત અષ્ટાધ્યાયી પુરી કર્યા પછી તે આબુ ગયા. ત્યાં જૈનોએ બંધાવેલાં સુંદર દેવાલયો તેમણે જોયાં અને ભારતવર્ષની કારિગીરી ઉપર વિચાર કરવા લાગ્યા. એક વખત આબુ ઉપર એક સ્થળમાં સ્વામીજી એકલી કૌપીન ધારણ કરીને એક ખુણે પડ્યા પડ્યા આરામ લેતા હતા. ખેત્રીના મહારાજાના ખાનગી કારભારી મુનશી જગમોહનલાલ ત્યાં આગળ થઈને નીકળ્યા તેમણે તેમને