આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૧
ગુજરાત-કાઠિયાવાડ અને મુંબઈ ઈલાકામાં.


શકશે અને તમારા કાર્યની કદર કરશે. પશ્ચિમમાં સનાતન ધર્મના સિદ્ધાંતનો ઉપદેશ કરીને તમે પાશ્ચાત્ય વિદ્યા ઉપર એક પ્રકારનું નવું જ અજવાળું પાડી શકશો.” સ્વામીજી સાંભળી રહ્યા. તેમને લાગ્યું કે આ પંડિત ખરૂંજ કહે છે. બીજા પંડિતો પણ તેમને કહેવા લાગ્યાઃ “ખરેખર, સ્વામીજી તમે પશ્ચિમમાં જાઓ અને ત્યાં તમારા વિચારોથી જય મેળવીને પાછા આવો, અને પછી જુઓ કે તમારા દેશબંધુઓ, તમારા વિચારોને કેવા અનુસરે છે !”

જુના વિચારના પુરૂષોના કુવામાંના દેડકા જેવા સંકુચિત વિચાર અને સુધારકોનું પરદેશીઓનું અંધ અનુકરણ, એ બંને ભૂલો સ્વામીજીની નજરે આવી રહી હતી. જેઓ ભારતવર્ષની પ્રજાના નેતાઓ થઈને ફરે છે તેમનું જ્ઞાન અસંસ્કારી છે, અને ચારિત્રમંદ છે, એમ તેમને લાગતું હતું. સર્વત્ર ઈર્ષા, દુશ્મનાવટ અને કુસંપ તે જોતા હતા; પણ આ ઉપરની સપાટીની નીચે હૃદય તો આર્ય પ્રજાનું જ રહેલું છે, એમ તેમનું માનવું હતું. તે અફસોસ દર્શાવતા કે જનસમૂહનું આવું ઉમદા હૃદય અત્યંત જુના વિચારના માણસોના વહેમ અને નવીન વિચારના માણસોના અંધ અનુકરણથી વધારે અધમ દશાને પ્રાપ્ત થતું જાય છે. પાશ્ચાત્યોની વિદ્યા અને તેમના ક્ષણિક વૈભવના ખોટા ચળકાટથી હિંદમાં હજારો મનુષ્યો અંજાઈ રહેલાં છે. તેઓ આર્ય પ્રજાના ઘણા વર્ષનો અનુભવ ધૂળધાણી કરવા બેઠેલા છે.

પોરબંદરથી સ્વામીજી દ્વારકાં ગયા. અહીં આ તેમનું સ્વદેશભક્ત અંતઃકરણ શ્રીકૃષ્ણ અને યાદવોના વિચારથી અત્યંત આનંદ ભોગવવા લાગ્યું; પણ બીજી જ ક્ષણે આસપાસનાં ખંડેરો જોઇને મહાભારતના સમયની કીર્તિનો નાશ થયેલો જોઈ તે અત્યંત ખેદ ધરવા લાગ્યા. સ્વામીજી સમુદ્રને કિનારે ગયા, ત્યાં બેઠા અને અનેક વિચાર કરવા લાગ્યા. કવચિત તેમના મુખ ઉપર આશાની વિસ્તીર્ણ પ્રભા આવી