આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


બાબુ હરિપદ આગળ લખે છે કે “સ્વામીજી વાતચિતમાં વારંવાર ગમતી અને આનંદી જણાતા. એક ક્ષણે તે તત્ત્વજ્ઞાનના કૂટ પ્રશ્નોનો ગંભીર ભાવે જવાબ આપતા અને બીજી ક્ષણે હસતા અને આનંદ કરતા ! અનેક માણસો તેમની પાસે સત્સંગને માટે આવતા અને દરેક સાંજે એક મોટી સભાજ મારે ઘેર ભરાઈ રહેતી. મારા ચોકમાં આવેલા એક સુખડના ઝાડ તળે બેસીને તેમણે મને જે બોધ આપ્યો છે તે હું કદી ભૂલી જનાર નથી. ”

આધુનિક સમયમાં શરીરને જરાક કંઈક થયું કે તરતજ માણસો ઔષધોનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થીઓ, વકીલો, જડજો કે ધંધાદારી, જરાક શરીરને બેચેની લાગી કે દવાનો ડોઝ લેવા તૈયાર થઈ જાય છે ! આથી પૈસા બગાડવા ઉપરાંત શરીરને પણ નુકશાન જ પહોંચે છે. જુલાબ લેનારને તુરતમાં તો શરીર હલકું લાગે છે; પણ એથી કરીને આંતરડાંની શક્તિ કમી થઈ થોડા દિવસમાં વધારે બંધકોષ થએલો જણાય છે અને જુલાબનો વધુ મોટો ડોઝ લેવાની જરૂર પડે છે. બીજી બાબતમાં પણ જરા જરામાં દવા લીધા કરવાથી શરીરને છેવટે નુકશાનજ પહોંચે છે. બાબુ હરિપદને પણ આ પ્રમાણે વારંવાર દવાઓ લેવાની ટેવ હતી. સ્વામીજીએ તેમને તે ટેવ છોડી દેવાનો બોધ આપ્પ્યો. તેમણે કહ્યું કે શરીરના ઘણા રોગો મનની નબળાઈને લીધે અને અયોગ્ય આહારવિહારને લીધે જ ઉત્પન્ન થાય છે, માટે એ સ્થિતિનેજ મૂળમાંથી બદલી નાંખવી જોઇએ. સ્વામીજી વળી કહેવા લાગ્યાઃ “હમેશાં રોગનોજ વિચાર ન કર્યા કરો અને સદાએ હસમુખો ચહેરો રાખો. સદાચારથી વર્તો અને ઉચ્ચભાવનાઓ રાખો, નિર્દોષ આનંદ કરો, પણ તમારા શરીરને નુકસાન કરે એવા વિષયસુખમાં કદીએ ગરક થઇ જશો નહિ, એટલે પછીથી સઘળું સારુંજ થશે.” આ સાંભળ્યા પછી