આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અધિકારીઓ તો સર્વત્ર અધિકારીઓ જેવાજ હોય છે!” અધિકારીઓને આથી જરા ખોટું તો લાગ્યું, પણ તેઓ જાણતા હતા કે સંન્યાસીઓ જેવું જુએ છે તેવુંજ કહી દે છે. સ્વામીજીને આવા સ્પષ્ટવક્તા જોઇને એક દિવસ મહારાજ તેમને કહેવા લાગ્યા કે “સ્વામીજી, તમે જો આવા સ્પષ્ટવક્તા થશો તો કોઈ દિવસ તમારી જીંદગી જોખમમાં આવી પડશે.” સ્વામીજી જરા ગુસ્સો કરીને બોલ્યાઃ “પણ તેથી શું ભારે અસત્ય ભાખવું ! શું મારે ખુશામત કરવી? મનમાં એક વાત ને મ્હોડે બીજી વાત-એ પોલીટીકલપણું રાજપ્રકરણી માણસોનેજ મુબારક ! પહેરવાનાં કપડાં લેવા બદલ ખુદ પોતાના શરીરને કે ઘરને વેચવા જેવું એ છે. પણ બિચારા મોહવશ પ્રાણીઓ તે વાત ન સમજતા હોવાથી ક્ષુદ્ર તાત્કાલિક લાભને ખાતર પોતાને હાથેજ પોતાને ઠગે છે. અમારું સંન્યાસીઓનું તો સરલતા-સત્યવક્તા-પણું એ સર્વથી મુખ્ય કર્તવ્ય છે.”

માઇસોર દરબારમાં એક ઓષ્ટ્રીયન ગવૈયો હતો. તેની જોડે સ્વામીજીએ યુરોપિયનોની સંગીત વિદ્યા વિષે ખૂબ ચર્ચા કરી. પૂર્વ અને પશ્ચિમની સંગીતવિધાઓનું આટલું ઉંડું જ્ઞાન સ્વામીજી ધરાવે છે એમ જાણીને સર્વે આશ્ચર્ય પામ્યા. એક વિદ્યુત્શાસ્ત્રી રાજમહેલમાં વિજળીના દિવા ગોઠવતા હતા. તેની સાથેની તેમની વાતો ઉપરથી તે વિષયમાં પણ સ્વામીજીનું જ્ઞાન તે વિદ્યુત્શાસ્ત્રી કરતાં વધારે સર્વને જણાયું.

એક દિવસ દરબારમાં મોટી સભા ભરવામાં આવી. ઘણા પંડિતો એકઠા થયા. વિષય વેદાન્તનો હતો. દિવાન સાહેબ પ્રમુખપદે બિરાજ્યા હતા. પંડિતોનો વિચાર એક બીજાની સાથે નહિ મળવાથી છેવટે સ્વામીજીએ સર્વના મનનું સમાધાન થાય તેવી રીતે વેદાન્તના સિદ્ધાંતોનું સર્વ સ્પર્શીત્વત,-સર્વગ્રાહ્યત્વ અને વ્યવહારિકતા પ્રતિપાદન કરી તેના સિદ્ધાંતને માત્ર પ્રાચીન ટીકાઓથીજ સમજાવવાને