આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૧
કન્યાકુમારીમાં.


બદલે તેમણે તેના ઉપર નવો પ્રકાશ પાડીને નવી યુક્તિથી તે સમજાવ્યા. સઘળા પંડિતો એક અવાજે તેમનાં વખાણ કરવા લાગ્યા.

સ્વામીજી તરફ પોતાનો પૂજ્યભાવ વધી જવાથી એક દિવસ દિવાન સાહેબે તેમને કંઈ ભેટનો સ્વીકાર કરવાની અરજ કરી. પોતાના ખાનગી કારભારીને તેમણે હુકમ કર્યો કે સ્વામીજીને બજારમાં ફેરવો અને એમને જે જોઈએ તે અપાવો. એક હજાર રૂપિઆ સુધીનો માલ અપાવવાની આજ્ઞા કરવામાં આવી. સ્વામીજી તે ખાનગી કારભારી જોડે બજારમાં ગયા અને બધી દુકાનોએ ફરીને દિવાનની ઈચ્છાને માન આપવા સારૂ તેમણે એક સીગારેટ ખરીદી અને તે પીતા પીતા દિવાન સાહેબ પાસે આવ્યા ! તેમને જોઈને દિવાન સાહેબ ખડખડ હસી પડ્યા. ખરા સંન્યાસીઓ કેવા હોય છે એ જોઇને તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહિ.

એક દિવસે મહારાજા સાહેબે સ્વામીજીને કહ્યું: “સ્વામીજી, મારે તમારી કંઈ સેવા કરવી છે તે શી રીતે કરું ?” સીધો જવાબ નહિ આપતાં સ્વામીજી પોતે માથે ઉપાડી લીધેલા કાર્યનું વર્ણન કરવા લાગ્યા. હિંદની આર્થિક સ્થિતિ વિષે તે બોલવા લાગ્યા. તેમણે કહ્યું કે હિંદુસ્તાન પાસે તત્ત્વજ્ઞાન અને ધર્મનો મોટો ભંડાર રહેલો છે અને તેને આધુનિક વિજ્ઞાનશાસ્ત્રના સિદ્ધાંતોનો અભ્યાસ કરવાની ખાસ જરૂર છે. તે પોતાનો ધાર્મિક ખજાનો પાશ્ચાત્ય પ્રજાઓને આપે અને પાશ્ચાત્ય પ્રજાઓ આપણને ખેતીવાડી, ઉદ્યોગો અને બીજી કળાઓનું જ્ઞાન સંપાદન કરવાને સાધન પુરાં પાડી આપણી આર્થિક સ્થિતિ સુધારવામાં આપણને મદદ કરે એવું કરવા માટે મને તે મૂલકોની મુસાફરી કરવાની જરૂર જણાય છે. મહારાજા સાહેબે તેજ વખતે તેમની મુસાફરીનું ખર્ચ આપવાનું વચન આપ્યું. “હિંદનો પુનરોદ્ધાર કરનાર અવતારી પુરૂષ” તરીકે સ્વામીજીને તેઓ માનવા