આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૪
મદ્રાસ અને હૈદ્રાબાદ.


છો?” વાત હિંદુ પ્રજાની શારીરિક ક્ષીણતા ઉપર ચાલી રહી હતી. રા. આયરે કહ્યું: “હા.” સ્વામીજી બોલી ઉઠ્યાઃ “ચાલો આવો, આપણે કુસ્તી કરીએ !” સ્વામીજીનું શારીરિક બળ અને દાવ પેચની આવડત જોઈને રા. આયર ચકિત થઈ ગયા અને સ્વામીજીને “પહેલવાન સ્વામી” કહીને બોલાવવા લાગ્યા.

શ્રીયુત ભટ્ટાચાર્યને ત્યાં એક રસોઇઓ હતો. તે સ્વામીજીના ઉચ્ચ જ્ઞાનની તો કદર કરી શકતો નહોતો, છતાં પણ તે સ્વામીજીને ઘણુંજ ચહાતો, તેનું કારણ નીચે પ્રમાણે હતું. સ્વામીજીની પાસે ચંદનના લાકડાના બનાવેલો એક હુક્કો હતો. માઇસોરના રાજાએ ઘણા આગ્રહથી એ સ્વામીજીને ભેટ તરીકે આપ્યો હતો. સ્વામીજી પોતાની પાસે કશુંએ રાખતા નહોતા, પણ માઇસોર નરેશે જ્યારે બહુ કહ્યું ત્યારે તેમની યાદગીરી તરીકે એ હુક્કો સ્વામીજીએ સ્વીકાર્યો હતો અને તેને પીતા તે હમેશાં નજરે પડતા હતા. એક દિવસ રા. ભટ્ટાચાર્યને રસોઈઓ તે હુક્કા તરફ એકી નજરે જોઈ રહ્યો. હુક્કો સ્વામીજીના હાથમાં હતો. તેમણે તેને એકદમ પૂછ્યું “તારે આ જોઇએ છે ?” પેલા રસાઈઆએ ધાર્યું કે સ્વામીજી મશ્કરી કરે છે. સ્વામીજીએ ફરીથી પૂછ્યું, પણ પેલો માણસ હા કહેતાં ડરતો હોય તેમ લાગવાથી એકદમ સ્વામીજીએ તે હુક્કો તેના હાથમાં પકડાવી દીધો. પેલો રસોઈઓ ખુશ થઈ ગયો અને સ્વામીજીનો ઉપકાર માનવા લાગ્યો. પોતાની પાસે જે કંઈ હોય તેની જો કોઈ બીજો માણસ ઇચ્છા કરે તો તરતજ તે તેને આપી દેવાનો સ્વામીજીનો સ્વભાવ હતો. હિંદુસ્તાનમાં તીર્થયાત્રા કરતા ત્યારે પોતાની પાસે એક દંડ રાખતા હતા. અમેરિકા ગયા ત્યારે પણ તે દંડને તેઓ ત્યાં લઈ ગયા હતા. સઘળી યાત્રાઓમાં તે પોતાની સાથે હતો એમ ધારીને તેને તેઓ પવિત્ર ગણતા અને બહુ સંભાળથી જાળવી રાખતા. અમેરિકામાં એક