આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૫
૨૬૫
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


યુવાનને તે દંડ ઘણોજ ગમી ગયો અને તે પોતાની પાસે હોય તો ઠીક એવી તેની ઇચ્છા થઈ. સ્વામીજી તેની ઇચ્છા સમજી ગયા અને તરતજ તે દંડ તેને આપીને કહેવા લાગ્યાઃ “તમને જે ગમે તે તમારૂંજ છે.”

મદ્રાસમાં અસંખ્ય મનુષ્યો સ્વામીજીના અનુયાયીઓ બની રહ્યા, ચારે બાજુએથી લોકો તેમની પાસે આવતા અને શ્રી મન્મથનાથ ભટ્ટાચાર્યનું મકાન યુવાન અને વૃદ્ધ, પંડિતો અને સુશિક્ષિત પુરૂષો, સર્વને માટે યાત્રાનું ધામ બની રહ્યું. જેમ જેમ સ્વામીજીની અગાધ બુદ્ધિ, પવિત્રતા અને તેજસ્વીતા લોકોની નજરે આવતી ગઈ તેમ તેમ તેઓ વધારેને વધારે આવવા લાગ્યા. પોતાના પ્રવાસમાં મળેલો અનુભવ અને માહિતી હિંદુ ધર્મનું રહસ્ય સમજાવવામાં તેમને ઘણાં જ ઉપયોગી થઈ પડ્યાં. કેળવાયલા પુષ્કળ યુવાનો તેમના ચુસ્ત શિષ્યો બની રહ્યા. અહિંઆંજ તે ઘણું માન પામી રહ્યા. અહીંજ તેમના સઘળા સિદ્ધાંતોનો ખરેખર સ્વીકાર થતો. પશ્ચિમમાં જવાનો તેમનો નિશ્ચયને અહીં ટેકો મળ્યો અને તેમના મદ્રાસી શિષ્યોએજ મોટું ફંડ એકઠું કરીને અમેરિકા જવાની તૈયારી તેમને કરી આપી. તેમના કાર્યની શરૂઆત જાહેર રીતે અહીં જ થઈ. જ્યારે સ્વામીજી પાશ્ચાત્ય પ્રદેશોમાં પોતાનું કાર્ય કરી રહ્યા હતા ત્યારે પણ તેમના મદ્રાસી શિષ્યોજ તેમના સિદ્ધાંતને ભારતવર્ષમાં ફેલાવી રહ્યા હતા. તેમના બોધ વડે કરીને આખું મદ્રાસ ગાજી રહ્યું. ત્રણ અઠવાડીયામાં તો સ્વામીજીનું નામ સર્વેનાં મુખમાં રમી રહ્યું.

એ સમય વિષે લખતાં શ્રી. કે. વ્યાસ રાવ, બી. એ. લખે છે કે,

“સ્વામીજી કલકત્તા યુનિવર્સીટિના એક ગ્રેજ્યુએટ હતા. તેમનું મસ્તક સાફ મુંડન કરાવેલું હતું. તેમની મુખમુદ્રા મહા તેજસ્વી