આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


મહાસાગરમાં માનવ શરીર સતત વિકાર અને ક્લેશને પામી રહેલું છે; અને તેમાંથી સદાને માટે છુટીને સચ્ચિદાનંદમય બની રહેવાને માટે મનુષ્ય સર્વવ્યાપી અભિન્ન આત્મા સાથે અભેદ સાધવો એજ એક ઉપાય છે.”

જાણે કે પ્રાચીન સમયનો કોઈ વૈદિક ઋષિ વ્યાખ્યાન આપતો હોય તેમ સ્વામીજી ઉપનિષદોના સિદ્ધાંતોને અનુસરીને સર્વેને “અક્ષય્ય સુખના વારસો” એમ કહીને સંબોધવા લાગ્યા. મનુષ્ય મૂળ સ્વભાવથીજ પાપી છે એમ ખ્રિસ્તી પાદરીઓ શિખવી રહ્યા હતા; પણ સ્વામીજીએ હિંદુધર્મનું તત્ત્વજ્ઞાન સમજાવી સાબીત કરી આપ્યું કે “મનુષ્ય મૂળ સ્વભાવથીજ પાપી નથી, પણ તેઓ ઇશ્વરનાં બાળકો છે અને તેથી તેઓ અક્ષય્ય સુખના ભાગી છે. તેઓ મૂળ સ્વભાવથી પવિત્ર છે અને પૂર્ણ છે. તમે સર્વ મનુષ્યો પૃથ્વી ઉપરના દેવતાઓ છો તમને પાપીઓ કેમ કહેવાય ? મનુષ્યને પાપી કહેવા એજ મોટું પાપ છે. મનુષ્ય-સ્વભાવ ઉપર એ મોટું અને જાડું કલંક છે. માટે આવો, ઓ સિંહો ! તમે ઘેટાં છો એવી ભાવના તમારા મનમાંથી કહાડી નાંખો. તમે અમૃત આત્માઓ છો, મુક્ત છો, નિત્ય છો, પ્રભુના આશીર્વાદયુક્ત છો. તમે જડ નથી, તમે શરીર નથી; જડ તો તમારું હથીયાર છે-દાસ છે. તમે જડના હથીયાર નથી. દાસ નથી... વેદાન્ત આપણને શિખવે છે કે આ વિશ્વમાં માત્ર અત્રુટ્ય નિયમો કે માત્ર કાર્યકારણભાવજ પ્રવર્તી રહેલો હોય એમ નથી, પણ તે ઉપરાંત સઘળા નિયમોને માથે એક નિયંતા પરમાત્મા પણ રહેલો છે. તેના હુકમથીજ આ પવન વાઈ રહેલો છે, તેના હુકમથીજ અગ્નિ સળગે છે, તેના હુકમથીજ મેઘ વૃષ્ટિ કરે છે અને તેના હુકમથીજ પૃથ્વી ઉપર મૃત્યુ વિચરે છે. અને તેનું સ્વરૂપ કેવું છે? તે સર્વવ્યાપક છે; તે નિરંજન નિરાકાર છે; તે સર્વ શક્તિમાન અને અત્યંત દયાળુ છે, તે સચ્ચિદાનંદ