આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૧
સર્વધર્મપરિષદ.


છે; તેજ તમારો અને પ્રત્યેકનો આત્મા છે; તેના વડેજ સર્વ છે; તેજ સર્વ છે. તે પરમાત્માને – તમારા પોતાના આત્માને – તમારા પોતાના ખરા સ્વરૂપને ઓળખવાથીજ તમે મૃત્યુથી તથા દુઃખથી બચશો અને અમૃતત્વને તેમજ સર્વોચ્ચ આનંદરૂપતાને પ્રાપ્ત કરી શકશો.”

પછીથી સ્વામીજીએ મૂર્તિપૂજાનું સ્વરૂપ સમજાવ્યું. તેમણે જણાવ્યું કે સર્વેધર્મો-સર્વે ક્રિયાઓમાં એકજ સત્ય વ્યાપી રહેલું છે. હિંદુઓ સર્વગ્રાહી દૃષ્ટિથીજ સર્વ ધર્મો તરફ જુએ છે. આખરે સ્વામીજીએ સર્વસામાન્ય ધર્મ, જેમાં કોઈ પંથ કે માર્ગ નથી, પણ જે એક જંગલી મનુષ્યથી તે ઘણા કેળવાયેલા મનુષ્ય સુધીનાં સર્વે મનુષ્યોની ભાવનાઓને અનુકુળ થઈ રહે અને મનુષ્યોને એક બીજાને સહાયભૂત થવાને પ્રેરણા કરી રહે, તેની કલ્પના કહી બતાવી. છેવટે નીચેના શબ્દો બોલીને તેમણે પોતાનો નિબંધ પુરો કર્યો :—

“જગતને આવો ધર્મ આપો અને સઘળી પ્રજાઓ તમને અનુસરશે. અશોકની સભા વિશાળ હતી પણ તે માત્ર બુદ્ધ ધર્મનીજ સભા હતી. અકબરે સ્થાપેલી મંડળી જો કે એકથી વધારે ધર્મને પ્રતિપાદન કરતી હતી તો પણ તે એક ખાનગી સભા જેવીજ હતી. સઘળા ધર્મો પરમેશ્વરની પ્રાપ્તિ કરાવે છે એવું સમગ્ર જગતને જણાવવાના સ્થળ તરીકેનું માન ઈશ્વરે અમેરિકાને માટેજ રાખ્યું હતું.”

“હિંદુઓનો જે બ્રહ્મ કહેવાય છે, પારસીઓનો જે અહુરમઝદ કહેવાય છે, બુદ્ધોનો જે બુદ્ધ કહેવાય છે, યાહુદીઓનો જે જિહોવા કહેવાય છે, ખ્રિસ્તીઓ જેને સ્વર્ગમાં રહેલો પિતા ગણે છે, તેઓ તમારા ઉમદા વિચારને અમલમાં મૂકવાને તમને સામર્થ્ય આપો. તારો પ્રથમ પૂર્વમાં ઉગ્યો હતો, ધીમે ધીમે તે પશ્ચિમ તરફ ગયો હતો ! તેનો પ્રકાશ કવચિત્‌ ઝાંખો અને કવચિત્ વધારે