આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


આશ્રય લે છે. પોતાના અજેય તર્ક વડે સ્વામીજીએ સિદ્ધ કરી બતાવ્યું કે તેમને તે જ્ઞાન સત્યજ્ઞાનની આગળજ નહિ, પરંતુ ખુદ તેના પોતાના સ્થાપિત કરેલા નિયમોથી પણ અસત્યજ નિવડશે. શુદ્ધ તર્કને હદ હોય છે જ અને તે દર્શાવે છે કે તેનાથી પર એવું કોઈ તત્વ અવશ્ય રહેલું છે. પોતાના અગાધ વેદાન્તના જ્ઞાનવડે કરીને સ્વામીજીએ સર્વ જડવાદીઓને સમજાવ્યું કે આ જડ જગતથી પર, આ પ્રાકૃતિક શક્તિઓ, ઇંદ્રિયો અને જીવભાવથી પણ પર આત્મા રહેલો છે. “સૂર્ય, ચંદ્ર, અગ્નિ, તારા કે વિજળી, કોઈ પણ તેનો પ્રકાશ કરી શકતું નથી. આત્માના પ્રકાશ વડેજ તે સર્વે પ્રકાશને આપી રહેલાં છે.”

આ પ્રમાણે જડવાદ અને વિજ્ઞાનશાસ્ત્રમાં પણ સ્વામીજી પોતાના કરતાં અધિક જ્ઞાન ધરાવી રહેલા છે એ જોઈને સઘળા જડવાદીઓ અને નાસ્તિકોના આશ્ચર્યનો પાર રહ્યો નહિ.

સ્વામીજીના ઉપલા ભાષણની અસર એટલી બધી થઈ રહી કે બીજે જ દિવસે ઘણા બુદ્ધિશાળી જડવાદીઓ સ્વામીજીની પાસે આવીને નમ્યા અને તેમની પાસે બેસીને ધર્મ તથા ઇશ્વર સંબંધી જ્ઞાન મેળવવા લાગ્યા. તે દિવસથી ઘણા સત્યશોધક અને જિજ્ઞાસુ મનુષ્યો સ્વામીજીના અનુયાયીઓ બનીને તેમની આસપાસ બેસવા લાગ્યા. હવે સ્વામીજીએ લોકોના આગ્રહથી ન્યુયોર્કમાં પોતાના સિદ્ધાંતો વિસ્તારથી કહી સંભળાવવાનું શરૂ કર્યું. સાર્વજનિક સ્થાનોમાં જુદા જુદા વિષયો ઉપર તેમનાં ભાષણો થવા લાગ્યાં. વેદાન્ત અને યોગનું જ્ઞાન નિયમિતવર્ગોદ્વારા ઘણા વિધાર્થીઓને આપવાનું તેમણે શરૂ કર્યું. આમ કરતે કરતે ધીમે ધીમે “વેદાન્ત સમાજ”નો પાયો નખાયો. એ “વેદાન્ત સમાજ” ન્યુયાર્કમાં આજે પણ ઘણીજ આબાદીથી પોતાનું કાર્ય કરી રહેલો નજરે