આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સઘળા ઉદગારો ટાંકી લઈ તેમને “ઇન્સ્પાયર્ડ ટોક્સ” (ઈશ્વર પ્રેરિત વાતો) એ નામના પુસ્તક રૂપે પ્રગટ કરેલા છે. એ પુસ્તક વાંચવાથી માલમ પડે છે કે સ્વામીજી એ સ્થળમાં કેવી અદ્ભુત પરાવસ્થા ભોગવી રહ્યા હતા અને ઈશ્વર પ્રેરિત મનુષ્ય તરીકે તે કેવા અલૌકિક ઉદ્‌ગારો કહાડી રહ્યા હતા. એ ઉદ્‌ગાર સ્વામીજીનાં આંતર જીવનનો આપણને ખ્યાલ આપે છે અને ધાર્મિક ભાવનાઓ ઉપર નવોજ પ્રકાશ પાડે છે.

સ્વામીજી તેમના શિષ્યોના ગુરૂ હતા, એટલું જ નહિ પણ પાલક અને રક્ષક પણ હતા. શિષ્યો ઘરનું બીજું કામ કરતા અને સ્વામીજી સર્વેને રસોઈ કરીને જમાડતા ! કેવો તેમના શિષ્યો પ્રત્યે ભાવ ! હિંદુ ભોજનની જુદી જુદી વાનીઓ કરીને તે પોતાના શિષ્યોને ચખાડતા; કેમકે રસાઈ કરવામાં પણ સ્વામીજી ઘણા કુશળ હતા. રસોઈ કરતે કરતે તે રસોડામાંથી બહાર આવતા અને અનેક સત્યોને ઉચ્ચારતા ! આમ રસોઈનું કામ કરતે કરતે તેમનું ચિત્ત તત્વજ્ઞાનના અનેક વિષયમાં લાગી રહેતું અને પ્રસંગે પ્રસંગે તેમાંથી અલૌકિક વિચારો બહાર નીકળી આવતા. થાઉઝન્ડ આઇલેન્ડ પાર્કમાં સ્વામીજીનું જીવન નિહાળવાને અને તેના ભાગી થવાને જેઓ ભાગ્યશાળી થએલા છે તેઓજ માત્ર તેમના જીવનની અદ્ભૂતતા સમજી શકે તેમ છે. મીસ વોલ્ડો લખે છે કે “અહાહા ! કેવું ઉચ્ચ અને પવિત્ર જીવન !”

જીવનના સાદામાં સાદા પ્રસંગોમાં પણ સ્વામીજીને આધ્યાત્મિક સત્યનો ભાસ થતો. તે એકાન્ત વાસમાં હોય કે મોટા શહેરના પુષ્કળ ઘોંઘાટમાં ફરતા હોય, પણ તેમનું ચિત્ત સદાએ તેમના ગુરૂની માફક એકાગ્ર જેવું રહ્યા કરતું અને કોઈ કોઈ વખત તો પોતાની આસપાસ શું થાય છે તેનું પણ તેમને ભાન રહેતું નહિ, આમ