આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સમજાવ્યું, અને વેદાન્તની ત્રણ શાખાઓ – અદ્વૈત, વિશિષ્ઠાદ્વૈત તથા દ્વૈતની પરસ્પર તુલના કરી બતાવી. તેમણે સમજાવ્યું કે દ્વૈતવાદીઓ જીવથી ભિન્ન રહેલા ઇશ્વરને માને છે; વિશિષ્ઠાદ્વૈતવાદીઓ ઈશ્વર અને પ્રકૃતિને ભિન્ન ગણે છે, પણ પ્રકૃતિ ઇશ્વરનું શરીરજ છે એમ ગણે છે; અને અદ્વૈતવાદીઓ ઈશ્વરને જગતના ઉપાદાન અને નિમિત્ત કારણ તરીકે ઓળખે છે. અદ્વૈતવાદ પ્રમાણે ઈશ્વર અને જગત ભિન્ન નથી. ઇશ્વર જાતેજ જગત રૂપે ભાસે છે, પણ વાસ્તવિક રીતે જોતાં તે ઈશ્વરજ છે અને પ્રતીત થતું જગત્‌ વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતું નથી; ભેદ માત્ર નામ અને રૂપમાં રહેલો છે. અખિલ વિશ્વમાં એકજ આત્મા વ્યાપી રહેલો છે; કારણ કે આત્મા પારમાર્થિક વસ્તુ છે. જે પરમાર્થિક હોય તેજ અનંત હોય અને જગતમાં બે અનંત વસ્તુઓ સાથે સાથે હોઈ શકે નહિ. વેદાન્તની ત્રણે શાખાઓના પરસ્પર સંબંધ અને ભેદ સારી રીતે દર્શાવ્યા પછી તેમની મહત્તા અને સત્યતા સ્વામીજીએ ન્યાય અને યુક્તિથી સાબીત કરી બતાવી. આ ભાષણની અસર એટલી બધી થઈ રહી કે હારવર્ડ યુનિવર્સીટિના સઘળા પ્રોફેસરોએ એકઠા મળીને વિવેકાનંદને પૌર્વાત્ય તત્વજ્ઞાનના પ્રોફેસર થવાની અરજ કરી. પણ પોતે સંન્યાસી હોવાથી સ્વામીજીએ ના પાડી. તેમણે કહ્યું કે સંન્યાસી પોતાના જ્ઞાનને દ્રવ્ય કે કીર્તિને માટે વેચતો નથી. હારવર્ડ યુનિવર્સીટિના રેવરંડ સી. સી. એવેરેટ ડી. ડી. એલ. એલ. ડી. એ તે ભાષણ ઉપર મોટી પ્રસ્તાવના લખી તેની છેવટમાં જણાવ્યું છે કે :—

આ લઘુ પુસ્તક મેં જોયું છે. તેમના કાર્ય તરફ તેમના સ્વદેશી ભાઇઓએ સંતોષ બતાવ્યો છે. પશ્ચિમમાં હિંદુ વિચારનો પ્રચાર તેમણે કરેલો છે તેને માટે તેમણે અનુમોદન આપેલું છે. હિંદવાસીઓએ દર્શાવેલો સંતોષ યથાર્થ છે. તેઓમાંના કેટલાક ધારે છે તેમ અમે