આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


રહેલા હતા, તેથી કરીને વેદાન્તનો પ્રચાર કરવા સ્વામીજીને ઘણી સહાય કરી રહ્યા હતા. તે સુશિક્ષિત અને ધનવાન હતા. સમાજમાં તેમની પ્રતિષ્ઠા સારી હતી. એમના નામથી પણ ઘણા લોકો સ્વામીજીની પાસે શિખવાને આવવા લાગ્યા. સ્વામીજી હવે વર્ગો ભરવા લાગ્યા હતા, તેમના વર્ગમાં લેડી આઇસાબેલ માર્ગેસન જેવી સુપ્રસિદ્ધ સ્ત્રીઓ અને ઉમરાવ પણ આવતા હતા. સ્વામીજી જરાક પણ આરામ લીધા વગર જે આવે તેને વેદાન્તના સિદ્ધાંતો શિખવતા હતા.

લંડનની સઘળી પ્રજા સ્વામીજીનાં ભાષણાનો લાભ લે એમ ધારીને તેમના મિત્રોએ જાહેર ભાષણાની ગોઠવણ કરવા માંડી. પીકેડીલી નામનો સભ્ય ગૃહસ્થોથી વસેલો લંડનના એક ભાગ છે. ત્યાં પ્રિન્સેસ હૉલ નામનો એક ભવ્ય હોલ છે. તેમાં સ્વામીજીનું પહેલું વ્યાખ્યાન થયું. ભાષણનો વિષય “આત્મજ્ઞાન” હતો. સ્વામીજી ભાષણ આપવાને ઉભા થયા તે વખતે આખો હોલ મનુષ્યોથી ભરાઈ ગયેલો તેમની નજરે પડ્યો. જુદા જુદા દરજ્જાવાળા અને ધંધાવાળા મનુષ્યો તેમાં બેઠેલા હતા. ઈંગ્લાંડના કેટલાક શ્રેષ્ઠ વિચારકો પણ આવેલા હતા. ભાષણમાં સ્વામીજીએ સંપૂર્ણ ફતેહ મેળવી. બીજે દિવસે સઘળાં વર્તમાનપત્રો તેમને ધન્યવાદ આપવા લાગ્યાં. ધી સ્ટેન્ડર્ડ પત્રે તેમના વિષે લખ્યું કે;

“રાજા રામમોહનરાય ઈંગ્લાંડમાં આવી ગયા પછી કેશવચંદ્ર સેન શિવાય, બીજો કોઈપણ વિવેકાનંદ જેવા રસીક વ્યક્તિત્વવાળો હિંદુ પ્રીન્સેસ હૉલમાં ભાષણ આપવાને આવ્યો નથી......સ્વામીજીએ બુદ્ધ અને જિસસનાં કેટલાંક બોધવચનો ઉચ્ચારીને, અંગ્રેજોનાં કારખાનાં, યંત્રો અને બીજી શોધખોળોથી માનવજીવન ઉપર કેવી અસર થઈ રહેલી છે તે વિષે ભારે ટીકા કરી હતી. ભાષણ તદ્દન મોઢેથીજ આપવામાં આવ્યું હતું. તેમનો અવાજ મધુર હતો અને કોઈ પણ