આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૧
ઈંગ્લાંડની મુલાકાત


આખરે તે પોતાના દેશનો ત્યાગ કરીને હિંદુસ્તાનમાં આવ્યાં, અને વેદાન્તના સિદ્ધાંતોને કૃતિમાં મૂકવા લાગ્યાં. સ્વામીજીના જીવન અને બોધને અનુસરીને તેઓ પણ ભારતવર્ષમાં અનેક પ્રકારે સમાજની સેવા કરી રહ્યાં. કેળવણી તેમનો વિષય હતો. કલકત્તાની પડદાનશીન સ્ત્રીઓને કેળવવાને તેમણે અનેક પ્રયાસો કરેલા છે અને એક શાળા સ્થાપીને સ્ત્રી કેળવણી વધારવાને તેમણે ઉત્તમ પગલું ભરેલું છે. તે શાળા અત્યારે આબાદીમાં આવેલી છે. પોતાના ગુરૂને પગલે ચાલીને ભારતવર્ષના અનેક પ્રશ્નોનું નિરાકરણ તેમણે કરેલું છે. હિંદમાં તે શ્રેષ્ઠ લેખક તરીકે પ્રસિદ્ધ થયાં હતાં અને પોતાના વિચારોની પ્રસાદી અનેક લેખો અને પુસ્તકો દ્વારા ભારતવાસીઓને તેમણે આપેલી છે. પોતાની કાયા ભારતવર્ષને જ તેમણે અર્પણ કરી દીધી હતી. તેમના ગુરૂની માફક તેમનું બોલવું, ચાલવું, હરવું, ફરવું, લખવું, વિચારવું એ સર્વ હિંદનેજ માટે થતું હતું. હિંદુ ધર્મ પ્રત્યેનો તેમનો સદ્ભાવ, હિંદુ સમાજ પ્રત્યેની તેમની લાગણી, પ્રાચીન ઋષિઓ પ્રત્યેનું તેમનું માન અપૂર્વ હતું. હિંદુત્વ એટલે સઘળી શક્તિ, સદ્‌ગુણ, ઉચ્ચ વિચાર અને પારમાર્થિક જીવનનો સમુદાય, એમજ તે માનતાં હતાં. ખરેખરાં ચુસ્ત હિંદુ તરીકેજ તે પોતાનું આચરણ કરી રહ્યાં હતાં. “હિંદુ” શબ્દની તેમના મનપર જાદુ જેવી અસર થઈ રહેતી. તે કપાળે કોઈવારે ચાંલ્લો કરતાં અને ઘણું ખરું ભસ્મ ધારણ કરતાં, ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરતાં. સંન્યાસીની જેમજ તેમનો પોશાક હતો. પ્લેગમાં અને દુષ્કાળમાં તે અનેક ગરિબોને સહાય કરતાં. તેમનું સાદું અને સેવામય જીવન અમારા અનેક સ્વાર્થી અને વાંદરીયા નકલ કરી જેંટલમેન બની જનારા બડેખાંઓને લજ્જા પમાડે એવું હતું. હિંદુપણા પ્રત્યે તેમનો પક્ષપાત આધુનિક હિંદુઓને શરમાવે તેવો અને હિંદુધર્મ પ્રત્યેની તેમના આસ્થા આધુનિક હિંદુઓની અનાસ્થાને