આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૧
અમેરિકામાં પુનરાગમન.


સ્વામીજીના બોધથી ત્રણ સુશિક્ષિત મનુષ્યોએ સંન્યાસ ગ્રહણ કર્યાની વાત આગળ જણાવાઈ ચૂકી છે, તે ઉપરાંત બીજા પણ પુષ્કળ મનુષ્યો હવે તેમના શિષ્યો બની રહ્યા અને સ્વામીજીએ તેમને બ્રહ્મચર્યદિક્ષા આપી. અમેરિકા જેવા જડવાદથી ભરેલા દેશમાં મનુષ્યો આ પ્રમાણે ખરા સત્યનો અનુભવ કરવાને વૈરાગ્ય માટે મુખ્ય સાધન તરીકે ગણે, એ બનાવ દર્શાવે છે કે સ્વામીજીના ચારિત્ર અને સદ્‌બોધની અસર ત્યાં કેટલી અસામાન્ય થઈ રહી હતી. સઘળાં વર્તમાનપત્રો હવે એકે અવાજે કહેવા લાગ્યા કે “એ બનાવ સુચવે છે કે સ્વામીજીના બોધની અસર સદાએ કાયમ જ રહેશે.” અમેરિકામાં સ્વામીજીને ભારે માન મળતું જોઈને કંઈક શંકાથી અને કંઈક ટોળથી સ્વામી કૃપાનંદે હિંદુસ્તાનના બ્રહ્મવાદિન માસિકમાં એકવાર લખી મોકલ્યું હતું કે,

“સ્વામીજી ભારતવર્ષના પુત્ર છે એમ હિંદવાસીઓ જલદીથી સાબીત કરે તો ઠીક ! અમેરિકનો યુનાઈટેડ સ્ટેટસના જ્ઞાનચક્ર (એનસાઈક્લોપીડીઆ) ને માટે સ્વામીજીનું જીવનચરિત્ર લખવાના છે, અને આ પ્રમાણે તેઓ સ્વામીજીને એક અમેરિકન બનાવવા માગે છે. વખત એવો પણ આવે તો નવાઈ નથી કે હોમરની જન્મભૂમિ હોવાનું માન મેળવવાને માટે જેમ સાત શહેરો વચ્ચે વાંધો ઉઠી રહ્યો હતો તેમ વિવેકાનંદને પોતાના પુત્ર ગણવાને માટે સાત સાત મુલકો વચ્ચે કલહ ઉભો થઈ રહે. અને હિંદને આવા એક ઘણા યશસ્વી પુત્રને જન્મ આપ્યાનું માન ખોવું પડે !”

સમય જતો ગયો તેમ અમેરિકાના ઘણા તત્ત્વજ્ઞાનીઓ, કવિઓ, લેખકો અને વિજ્ઞાનશાસ્ત્રીઓ સ્વામીજીની પાસે આવવા લાગ્યા અને તેમનો બોધ ગ્રહણ કરવા લાગ્યા. એમાં એક મીસીસ ઈલા વીલર વિલ્કોક્સ પણ હતી. એ બાઈ અમેરિકામાં એક શ્રેષ્ઠ કવિ અને