આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


લેખક તરીકે પ્રખ્યાત હતી. સ્વામીજીના સમાગમમાં આવ્યા પછી તે હિંદુધર્મની એક ચુસ્ત અનુયાયી બની રહી હતી. સ્વામીજી અને હિંદુધર્મ વિષે તે લખે છે કે;—

“બાર વર્ષ ઉપર એક વખત સાંજે મેં સાંભળ્યું કે સ્વામી વિવેકાનંદ નામના હિંદુ સાધુ ન્યુયોર્કમાં અમુક જગ્યાએ ભાષણ આપવાના છે. હું અને મારા પતિ બંને ઘણી આતુરતાથી તેમનું ભાષણ સાંભળવાને ગયાં. અમે દસેક મિનિટ ભાષણ સાંભળ્યું અને જાણે અમે કોઈ ઉચ્ચ, પવિત્ર, અલૌકિક અને બલદાયક વાતાવરણમાં ઉડી રહ્યાં હોઈએ એવો અમને ભાસ થયો. અમે આશ્ચર્યચકિત થઈને તેમનું ભાષણ છેવટ સુધી સાંભળ્યું અને તે સમાપ્ત થઈ ગયા પછી જ્યારે અમે ઘેર જવાને નીકળ્યાં ત્યારે અમે જુદીજ હિમ્મત, અવનવી આશાઓ, વિલક્ષણ સામર્થ્ય અને અલૌકિક શ્રદ્ધા અનુભવી રહ્યાં હતાં કે જે જીવનનાં ગમે તેવાં પરિવર્તનોની સામે પણ બાથ ભીડવાને સમર્થ હતાં. એ સમયે મારા પતિ બોલ્યા હતા કે, “આનું જ નામ ઈશ્વર સંબંધી જ્ઞાન ! જે ધર્મને હું ખોળું છું તે આજ છે !” એ પછી ઘણા મહિના સુધી મારા પતિ મારી સાથે વિવેકાનંદનો બોધ સાંભળવાને આવ્યા અને તેમની પાસેથી સનાતન હિંદુ ધર્મના સિદ્ધાંતો અને અનેક બળદાયક સત્યો ગ્રહણ કરતા ચાલ્યા. આર્થિક આફતોનો તે ઘણો ભયંકર વખત હતો, નાણાંની પેઢીઓ ઉપરા ઉપરી તૂટતી હતી; શેરોના ભાવ ઉતરતા હતા; ધંધાદારીઓ નિરાશામાં આવી પડ્યા હતા અને આખું જગત ઉથલપાથલ થઈ રહ્યું હતું. ઘણી વખત તો મારા પતિ આ આપદકાળની મહેનત અને ચિંતાને લીધે રાતે ઉંઘી પણ શકતા નહિ; પરંતુ સવારે મારી સાથે સ્વામીજીનું ભાષણ સાંભળીને પાછા જતી વખતે તે હસતે હસતે બોલતા કે “હા, ઠીક છે ! ચિંતા કરવાનું કંઈ પણ કારણ