આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૩
અમેરિકામાં પુનરાગમન.


નથી.” ઘર કામ પરવાર્યા પછી મારાં કાર્યો બજાવવાને હું બહાર ચાલી જતી ત્યારે પણ મને આત્માની ઉચ્ચ અવસ્થાનું ભાન થઈ રહેતું અને મારી માનસિક દૃષ્ટિ ઘણી વિશાળ બની રહેતી. જે તત્ત્વજ્ઞાન કે ધર્મ આવા હાડમારીના દિવસોમાં મનુષ્યોને માટે આટલું બધું કરી શકે, ઈશ્વર પ્રત્યે તેમની શ્રદ્ધા દૃઢ કરી શકે, માનવજાતિ પ્રત્યે ભાતૃભાવની લાગણી વધારી શકે અને તેમનાં હૃદયમાં પુનર્જન્મના સુખદ વિચારોથી ખાત્રીપૂર્વક હર્ષ ઉપજાવી શકે, તેજ ધર્મ શ્રેષ્ઠ અને મોટો કહેવાય.”

“ખરેખર અમારા મહાન હિતને ખાતરજ આર્ય તત્ત્વજ્ઞાન અમારે સમજવું જોઈએ. વિવેકાનંદે અમને કહેલું છે કે “તમે સત્યને માર્ગે તમારું જીવન ગાળો અને તમારા આત્મામાં પ્રકાશ ઉત્પન્ન કરી મૂકો એવું હું ઇચ્છું છું.” તેમના બોધથી અમારા ધંધાદારીઓને સામર્થ્ય મળેલું છે, અસ્થિર મનની સ્ત્રીઓ સ્થિર બનીને ઉચ્ચ વિચાર સેવવા લાગી છે અને કારીગરોમાં નવી નવી આશાઓ ઉત્પન્ન થઈ છે. તેમના બોધવડે કરીને પતિ, પત્ની, માતા, પિતા સર્વેને પોતાની ફરજોના ઉચ્ચ અને પવિત્ર ખ્યાલ આવેલો છે.”

આ પ્રમાણે અમેરિકાની સુધરેલી પ્રજાના હૃદયમાં સ્વામીજીએ ઘણો અગત્યનો ફેરફાર કરી મૂક્યો હતો. પાશ્ચાત્ય સુધારાનો પ્રવાહ ફેરવીને તેમણે તેને અન્ય સંસ્કારી માર્ગે વહેતો કર્યો હતો. અસંખ્ય અમેરિકનો હવે સંસ્કારી બની પોતાને વેદાન્તીઓ કહેવડાવવામાં ગર્વ ધરતા હતા. આ વખતે સ્વામીજીનો વિચાર એવો થઈ રહ્યો હતો કે વેદો, ઉપનિષદો, આરણ્યકો, બ્રાહ્મણો અને પુરાણોમાંથી આત્મા સંબંધી સર્વ વિચારો એકઠા કરીને ઘણી સરળ ભાષામાં લખવા અને પાશ્ચાત્ય વિજ્ઞાનશાસ્ત્રના સિદ્ધાંતોથી તેમને સાબીત કરવા. યોગ, સાંખ્ય, વગેરેને પણ આધુનિક માનસશાસ્ત્ર અને અન્ય