આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૩
ઈંગ્લાંડની બીજી મુલાકાત.


તેની બુદ્ધિશાળી પત્ની પણ તેમને જીવનભર સહાય આપી રહેલાં છે. મેક્સમુલરનાં પત્ની, તેમના નિવાસસ્થાનની આસપાસ આવેલાં વૃક્ષો, બગીચાનાં પુષ્પો, તે સ્થળમાં વ્યાપી રહેલી શાંતિ અને આકાશની સ્વચ્છતા–એ સર્વ જોઇને ભારતવર્ષનો યશસ્વી પ્રાચીન સમય મને યાદ આવ્યો. રાજર્ષિઓ અને બ્રહ્મર્ષિઓના દિવસો મારા સ્મૃતિપટ ઉપર તરી આવ્યા. પ્રાચીન વાનપ્રસ્થાશ્રમીઓ, અરૂંધતી અને મૈત્રેયી જેવી ઋષિપત્નીઓ અને યાજ્ઞવલ્કય તથા વસિષ્ઠ જેવા ઋષિઓના સમયનું મને સ્મરણ થઈ રહ્યું.”

મેકસમુલરમાં મેં શું જોયું ? મેં તેમને એક પંડિત કે ભાષાતત્ત્વવિદ્દ તરીકે નિહાળ્યા નહોતા. પરબ્રહ્મમાં તાદાત્મ્ય અનુભવતા આત્માને મેં તેમનામાં જોયો. વિશ્વવ્યાપી તત્ત્વ સાથે તલ્લીન થઈ જતા હૃદયને મેં તેમનામાં નિહાળ્યું. બીજા મનુષ્યો શુષ્કવાદ કે મિથ્યા કડાકૂટમાંજ પોતાનું જીવન વ્યતીત કરે છે, પણ મેક્સમુલરે ખરા જીવનતત્ત્વનો રસપૂર્ણ ઝરો શોધી કહાડ્યો છે ! ખરેખર, તેમનું હૃદય ઉપનિષદોનું રહસ્ય ગ્રહણ કરી રહેલું છે.

“तमेवैकं जानथ आत्मानम् अन्या वाचो विमुञ्चथ” એક માત્ર તમારા આત્માને જ ઓળખો, બીજી બધી વાત જવા દ્યો. મેક્સમુલર ધારે તો અખિલ વિશ્વને આકર્ષી પોતાના ચરણે નમાવે એવા તત્વજ્ઞાની પંડિત હોવા છતાં પોતાની વિદ્યા અને જ્ઞાનનો ઉપયોગ તેમણે પરમતત્વને પ્રાપ્ત કરવામાંજ કરેલો છે; તે ઐહિક જ્ઞાનદ્વારા તેઓ પારમાર્થિક જ્ઞાનને પ્રાપ્ત કરી ચૂક્યા છે. ખરી વિદ્યા તો આનું જ નામ ! જે વિદ્યા આત્મદર્શનનો માર્ગ સુચવે નહિ એવી વિદ્યાજ શા કામની ?”

“ભારતવર્ષ પ્રતિ તેમનો કેવો અગાધ પ્રેમ છે ? તેનો સોમો ભાગ પણ મારામાં આવે એમ હું ઇચ્છું છું. મેક્સમુલર એક