આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૯
સ્વામીજીના પાશ્ચાત્ય શિષ્યો.


હાથમાં ધરેલી છે, સ્વામી વિવેકાનંદ તેની શક્તિ અને બુદ્ધિનાં ભારે વખાણ કરતા અને “રાજયોગ” જેવો કઠિન વિષય શિખવવાનું કાર્ય તેને સોંપતા. “રાજયોગ” જેવો વિષય જાણવાને માટે પ્રથમ માનસશાસ્ત્ર અને માનવ સ્વભાવના અભ્યાસની ઘણી જ જરૂર હોય છે; તે શિખવવામાં વિદ્યાર્થીઓના અધિકારની પરિક્ષા પ્રથમ કરવી પડે છે; પણ તે બુદ્ધિશાળી બાઈ સર્વ વાતે સજ્જ થઈ રહેલાં હતાં. તે અમેરિકાના તત્ત્વજ્ઞાની એમર્સનનાં સગાં હતાં. ઘણા લાંબા વખતથી તે એક અભ્યાસી તરીકે પોતાનું જીવન ગાળી રહ્યાં હતાં. સ્વામીજી કરતાં તે ઉમ્મરમાં મોટાં હતાં; પણ સ્વામીજીને તે પોતાના ગુરૂ તરીકે માનતાં. પોતાનો સઘળો સમય તે તુલનાત્મક ધર્મ વિચારમાં ગાળતાં. સ્વામીજીનો સમાગમ થયા પછી તેમનાં સર્વે ખાનગી અને જાહેર વ્યાખ્યાનો તે ઘણીજ સંભાળથી ઉતારી લેતાં અને તેમને છપાવતાં. થાઉઝન્ડ આઇલેન્ડ પાર્કમાં પણ તે સ્વામીજીની જોડેજ હતાં અને તેમનાજ પ્રયાસથી “ઇન્સ્પાયર્ડ ટૉકસ" ( પ્રેરણાત્મક વાર્તાલાપ ) નામનું પુસ્તક અસ્તિત્વમાં આવ્યું છે. તે પુસ્તકમાં સ્વામીજીના ઘણા ઉંડા ધાર્મિક અને આધ્યાત્મિક વિચારો આપણને મળી આવે છે. સ્વામીજી પોતાના અંતરના ઉંડાણમાંથી તે ઉદ્‌ગારો હતા એમ તે વાંચવાથી આપણને ભાન થાય છે. અને જાણે કે કોઈ મંત્ર દૃષ્ટા પ્રાચીન ઋષિ સમાધિમાંથી ઉત્થાન પામીને જગતને અમૂલ્ય સત્યો દર્શાવતો હોય એવો ખ્યાલ વાંચકને આવે છે. તેમના કાર્યથી સંતોષ પામીને સ્વામીજી આશ્ચર્ય સાથે કહેતા કે, “મારા શબ્દો અને વિચારોને સંપૂર્ણ રીતે તમે શી રીતે ગ્રહણ કરી શક્યાં ? મારા બોલેલા શબ્દોજ જાણે કે હું ફરીથી બોલતો હોઉં એવો ભાસ એ પુસ્તકમાં થાય છે.”

જ્યારે ન્યુયોર્કમાં મકાન ભાડે રાખીને સ્વામીજી રહ્યા ત્યારે