આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૩
સ્વામીજીના પાશ્ચાત્ય શિષ્યો.


પ્રથમ મુલાકાત થતાંજ સ્વામીજી તેમને “માતાજી” કહીને બોલાવવા લાગ્યા હતા. મી. સેવીઅરની સાથે પણ તે પ્રથમ દર્શનેજ ઘણું વ્હાલ દર્શાવી રહ્યા હતા.

આ દંપતીની સંનિધિમાં સ્વામીજીને પોતાના ઘર જેવું લાગતું. સ્વામીજી તેમના આગળ બાળકની માફક મનની સઘળી મુંઝવણો પ્રદર્શિત કરતા. તે બંનેનો પણ સ્વામીજી પ્રત્યે પ્રેમ અવર્ણ્ય હતો. પોતે ઉમ્મરે મોટાં હતાં; છતાં પણ સ્વામીજીને તેઓ ગુરૂ તરીકે માનતાં અને તેમની આજ્ઞાને તરતજ માથે ચ્હડાવતાં. તેઓ બંને સ્વામીજીનાં ચુસ્ત શિષ્યો બની રહ્યાં હતાં. હિમાલયમાં એક આશ્રમ સ્થાપવાની સ્વામીજીની ઈચ્છા છે એમ જ્યારે તેમણે જાણ્યું ત્યારે તે બંનેએ એ કાર્યને પોતાને માથે ઉપાડી લીધું; અને તેને સિદ્ધ કરવાને પોતાના ઘરબારનો ત્યાગ કરીને તે હિંદમાં આવીને રહ્યાં. સ્વામીજીનો અદ્વૈત આશ્રમ તેમને લીધેજ અસ્તિત્વમાં આવ્યો છે. તેમણે સ્વામીજીને દ્રવ્યની ઘણી મોટી મદદ આપેલી છે; એટલુંજ નહિ પણ સંન્યાસ ગ્રહીને તે દંપતી અદ્વૈત આશ્રમમાં રહીને તેની આબાદીને માટે હરેક પ્રયાસ કરી રહેલાં છે. પ્રબુદ્ધ ભારત નામનું માસિક પ્રસિદ્ધ કરવાનો સઘળો શ્રમ તેમણે જ પોતાને માથે ઉપાડી લીધેલો છે. થોડા વખત પર મી. સેવીઅર વિદેહ થયા છે; પરંતુ આશ્રમનું સઘળું કાર્ય સમાપ્ત કરીને સંતોષ અને શાંતિથી તે મૃત્યુને વશ થયા છે. આશ્રમમાં સઘળા તેમને “પિતાજી ” કહીને બોલાવતા. અદ્વૈતવાદના સિદ્ધાંતો ઉપર આશ્રમનું સઘળું કાર્ય તે ચલાવી રહ્યા હતા.

તેમનાં પત્ની મીસીસ સેવીઅરને આશ્રમમાં સઘળાં “માતાજી” કહીને બોલાવે છે. આશ્રમનું સઘળું કાર્ય હવે તેમણે જ ઉપાડી લીધેલું છે. અહીંઆં ઘણા પૌર્વાત્ય અને પાશ્ચાત્ય બ્રહ્મચારીઓને કેળવવામાં