આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૭
લંડનથી વિદાયગીરી.

યોગ્ય મિશ્રણ કરી તે પ્રમાણે ભારતવર્ષનું જીવન ઘડવું, એવી દૃષ્ટિથીજ તે સર્વત્ર પ્રવાસ કરી રહ્યા હતા. કીલથી તે હેમબર્ગ ગયા, પછીથી તે આમ્સ્ટરડામ ગયા. ત્યાં કારિગીરીનાં સ્થળો અને સંગ્રહસ્થાનો તેમણે જોયાં. ત્યાંથી સ્વામીજી અને તેમના મિત્રો પાછાં લંડન ગયા. તેમની મુસાફરીમાં પૉલ ડ્યુસન પણ જોડે હતા અને તે પણ સ્વામીજી સાથે લંડન આવ્યા.






પ્રકરણ ૪૧ મું – લંડનથી વિદાયગીરી.

યુરોપની મુસાફરી કરી આવ્યા પછી સ્વામીજી જ્ઞાનયોગ ઉપર ભાષણો આપવા લાગ્યા. વ્યવહારમાં પણ તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તેનું દિગ્‌દર્શન તે કરાવવા લાગ્યા. વિજ્ઞાનશાસ્ત્રનાં તત્ત્વો ભૌતિક છે અને વેદાન્તનાં આધ્યાત્મિક છે એમ તે સર્વેના મનમાં ઠસાવવા લાગ્યા. યૂરોપનું કલ્યાણ વેદાન્તના અભ્યાસમાં રહેલું છે. વિજ્ઞાનશાસ્ત્રના સિદ્ધાંતોને સમજવામાં અને તે પ્રમાણે જીવનને ઘડવામાં યૂરોપમાં અશાંતિ અને કલહનાં બીજ રોપાશે એમ સ્વામીજી પોતાના ભાષણોમાં દર્શાવવા લાગ્યા. કેટલાકને તો હવે યોગની ક્રિયાઓ બતાવવા લાગ્યા. જ્ઞાનમાર્ગને સૌનાં હૃદયમાં ઉતારવા લાગ્યા. આ વખતે સ્વામીજી જ્ઞાનયોગની સાક્ષાત્‌ મૂર્તિ હોય તેવા દેખાતા હતા. જ્ઞાનીની અવસ્થા તે દર્શાવવા લાગ્યા અને ખરો સુધરેલો મનુષ્ય કેવો હોઈ શકે તે પોતાનાં આચરણથી પાશ્ચાત્ય વિચારકોને સમજાવવા લાગ્યા. “વેદાન્ત ખરા સુધારાનું એક અંગ છે” એ વિષય ઉપર તેમણે એક ભાષણ આપ્યું. તેમાં પાશ્ચાત્ય વિજ્ઞાન અને હિંદના તત્વજ્ઞાનની તેમણે તુલના કરી, બંનેની મહત્તા કેટલે દરજ્જે સ્વીકારવાની છે તે સૈાના હૃદયમાં દૃઢપણે ઠસાવ્યું અને જીવનના મહા પ્રશ્નોનું નિરાકરણ