આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


હતાં. એક હિંદુ સંન્યાસી પોતાના પાશ્ચાત્ય શિષ્યોને લઈને આવે એ બનાવ હિંદની તવારીખમાં અપૂર્વજ હતો. તે શિષ્યોની ગુરૂભક્તિ એવી દૃઢ હતી કે એક ક્ષણવાર પણ તે પોતાના ગુરૂને સુના મૂકતા નહોતા. અદ્‌ભુત, યશસ્વી અને સત્તાવાન પશ્ચિમમાં અનુપમ જય મેળવીને સ્વામીજીને પોતાની માતૃભૂમિમાં પાછી આવતા જોઈને ક્યા હિંદુનું હૃદય ગર્વ ધરી રહ્યું નહિ હોય ! ખરેખર, ભારતના ઇતિહાસમાં એ સમય વિરલજ હતો. સ્ટીમર કિનારા આગળ આવી એટલે તેમના ગુરૂભાઈ સ્વામી નિરંજનાનંદ, મી. હેરીસન નામના બુદ્ધ ધર્માનુયાયી સદગૃહસ્થ અને સ્વાગતમંડળીના બીજા બે સભ્યો આવીને તેમને મળ્યા. એક સ્ટીમ લોંન્ચમાં સ્વામીજીને કિનારે લઈ જવામાં આવ્યા. તેમના આગમનનું વર્ણન એક વર્તમાનપત્રે આપેલું, તે નીચે આપવામાં આવે છે.

“તારીખ ૧૫ મી જાન્યુઆરીનો દિવસ કોલંબોના હિંદુઓની તવારીખમાં ચિરસ્મરણીય દિવસ લેખાશે. તે દિવસે અસાધારણ બુદ્ધિ, વિદ્યા અને શક્તિથી અલંકૃત થઈ રહેલા ભારતવર્ષના પવિત્ર સાધુઓમાંના એક અત્યંત પવિત્ર સાધુ વિવેકાનંદને તેઓએ ભારે આવકારથી વધાવી લીધા હતા. તેમના દર્શનથી લોકોમાં એક અપૂર્વ ભાવ ઉત્પન્ન થઈ રહેલા છે અને તે હિંદુઓની ભાવી ધાર્મિક જાગૃતિનું સૂચન કરે છે.”

“સાયંકાળનો સમય ધીમે ધીમે પસાર થતો હતો. રાત પડવાને થોડીવાર હતી. હિંદુ શાસ્ત્રોએ પ્રભુભક્તિને માટે ઉત્તમ ગણેલો “સંધ્યા” સમય પ્રાતઃકાળના ભવ્ય બનાવોનું જાણે કે સૂચન કરતો હોય તેમ આગળથી આવીને સર્વત્ર પ્રસરતો હતો. તે વખતે ભવ્ય આકૃતિ, શાંત મુખાર્વિંંદ અને વિશાળ અને તેજસ્વી નેત્રોવાળા પવિત્ર સાધુ–સ્વામી વિવેકાનંદ આવી પહોંચ્યા. તેમણે ભગવાં વસ્ત્ર