આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૭
કોલંબોમાં આવકાર.

 ઘણાં આગ્રહભર્યાં આમંત્રણોને લીધે સ્વામીજીને સીલોનના બીજા ભાગોમાં પણ જવું પડ્યું હતું, સિલોનથી તેઓ કેન્ડી અને ત્યાંથી મતીલા તેમજ અનુરાધાપુર ગયા. આ દરેક સ્થળે સ્વામીજીને અપૂર્વ માન મળ્યું હતું.

અનુરાધાપુરથી સ્વામીજી જફના ગયા. જફનાની કોલેજ ત્યાંથી બે માઈલ દૂર છે; ત્યાં સ્વામીજીને માનપત્ર આપવાનું હતું. આ બે માઈલનો આખો રસ્તો રોશનીથી અને કેળનાં ઝાડથી તેમજ ધ્વજા પતાકાથી શણગારવામાં આવ્યો હતો.

લોકોમાં ઘણોજ ઉત્સાહ ફેલાઈ રહ્યો હતો. આખા દ્વીપકલ્પમાંથી હજારો મનુષ્યો સ્વામીજીનાં દર્શન કરવાને આવ્યાં હતાં. સાંજના છથી બાર સુધી સઘળો રસ્તો આવવા જવાના વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. રાતના સાડા આઠે જે ભવ્ય વરઘોડો કહાડવામાં આવ્યો હતો તેમાં પંદર હજાર મનુષ્યોએ ભાગ લીધો હતો. કોલેજ આગળ બનાવેલા ભવ્ય મંડપમાં પહોંચ્યા પછી સ્વામીજીને માનપત્ર આપવામાં આવ્યું અને તેનો તેમણે યોગ્ય શબ્દોમાં પ્રત્યુત્તર આપ્યો હતો. બીજે દિવસે સવારે સાત વાગ્યે હિંદુ કોલેજમાં સ્વામીજીએ “વેદાન્ત” ઉપર ભાષણ આપ્યું હતું. લગભગ ચાર હજાર માણસો ત્યાં એકઠાં થયાં હતાં. સ્વામીજીએ ધર્મના સિદ્ધાંતોનું ટુંકામાં પણ બહુજ સરસ રીતે પ્રતિપાદન કર્યું હતું. આ ભાષણમાં સ્વામીજીએ “પ્રીતિ અને સામર્થ્ય” નો બોધ કર્યો હતો. સગુણ ઈશ્વરની ઉપાસનાથી મનુષ્યના હૃદયમાં અપૂર્વ પ્રીતિનો ઝરો વહી રહે છે, પણ સગુણ બ્રહ્મની ઉપાસનાથી આગળ વધીને મનુષ્યે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરવી આવશ્યક છે; કારણ કે બ્રહ્મને સગુણ ઈશ્વર તરીકે ભજવાથી મનુષ્યમાં એક પ્રકારનું દૌર્બલ્ય અને પરાધિનતાનો વાસ થઈ રહે છે. તેમણે કહ્યું કે