આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૫
મદ્રાસમાં અપૂર્વ માન.


કે શાસ્ત્રના અભ્યાસમાં વ્યતીત કરતી હતી. સર્વત્ર સત્ય, બ્રહ્મચર્ય અને અહિંસા, રે, आत्मवत् सर्वभूतेषु । એ સિદ્ધાંતનું પાલન થઈ રહ્યું હતું. વિદ્વાન અને વિદુષીઓ અહીં તહીં વિચરતાં જણાતાં હતાં. રાજાઓના દરબારો વિદ્વાનોની વિદ્યાનાં વિહારસ્થાન બની રહ્યાં હતાં. ઘણા ક્ષત્રિય રાજાઓ બ્રહ્મવિદ્યાને રૂડે પ્રકારે જાણતા અને તેનો બોધ બીજાઓને કરતા. એ સમયે સર્વત્ર શાંતિ અને સુખ વ્યાપી રહેલાં હતાં.

ભારતવર્ષના માનનીય અને વિદ્વાન વક્તા બાબુ સુરેન્દ્રનાથ બેનરજી કહે છે કે, “જે સમયનું આપણને સ્મરણ પણ થઈ શકતું નથી એવા ઘણા પ્રાચીન સમયમાં અમારા પૂર્વજો લાખો મનુષ્યોને ધાર્મિક બોધથી અત્યંત શાંતિ પ્રાપ્ત કરાવી રહ્યા હતા. અત્યારે અને ભવિષ્યકાળમાં પણ તેમના સિદ્ધાંતો અસંખ્ય સ્ત્રી પુરૂષોને શાંતિ આપી શકશે.”

પણ અત્યારે ! અત્યારે તો ભારતવર્ષમાં ધર્મ અને તત્ત્વજ્ઞાન ભૂલાયાં છે. સુખ અને શાંતિનું મૂળ ઉપનિષદોના રહસ્યમાં રહેલું છતાં તેમનો અભ્યાસ અને અનુસરણ કોણ કરે છે ? પરિણામ એ આવ્યું છે કે ભારતવર્ષમાં સુખ અને શાંતિનો હ્રાસ થતો આવ્યો છે. ત્યારે બીજી તરફ યૂરોપના મહાન વિચારકો એજ ઉપનિષદોનું અધ્યયન કરી અલૌકિક શાંતિને ભોગવતા નજરે આવે છે. મેક્સમુલર, ડ્યુસન, શોપનહોર વગેરે પાશ્ચાત્ય પંડિતોએ સંસ્કૃત વિદ્યારૂપી ક્ષેત્રને ખેડી તેમાંથી ઉત્તમ ફળ પ્રાપ્ત કરેલાં છે. એ ફળ એટલાં બધાં અમૂલ્ય અને અદ્ભુત છે કે જગત તેમના તરફ સાનંદાશ્ચર્યથી જોઈ રહેલું છે. આપણા પૂર્વજોનાં અને પાશ્ચાત્ય વિચારકોનાં દૃષ્ટાંતો આપણને બોધ આપી રહેલાં છે કે આ જગતમાં મનુષ્યોએ સુખ, શાંતિ, ઉત્સાહ અને બળ પ્રાપ્ત કરવાં હોય તો તેમણે ઉપનિષદોના સિદ્ધાંતોનું પઠન