આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સ્વામી વિવેકાનંદ હિંદુસ્તાનના કિનારા ઉપર ઉતર્યાની વાત બંગાળા ઇલાકામાં ફેલાઈ ત્યારથી જ સર્વત્ર હર્ષ અને ઉત્સાહ વ્યાપી રહ્યો હતો, અને દરેક બંગાળીનું હૃદય તેમને માટે સ્નેહ, ગર્વ અને સ્વદેશાભિમાનની લાગણીથી ઉછળી રહ્યું હતું. સ્વામીજી કલકત્તાના શ્યાલ્ડા સ્ટેશને આવી પહોંચતાંજ કલકત્તાના હજારો રહેવાસીઓ ત્યાં એકઠા થઈને તેમની રાહ જોઈ રહ્યા હતા તેમણે ભારે જયઘોષ કર્યો.

આગગાડી સ્ટેશન ઉપર ઉભી રહી એટલે સ્વામીજી ઉભા થઈને બે હાથ જોડી સર્વેને નમન કરવા લાગ્યા અને લોકો તેમને ખુશાલીના પોકારોથી વધાવી લેવા લાગ્યા. સ્વામીજી ગાડીની બહાર નીકળતાંજ ઘણા લોકો અત્યંત ભક્તિભાવથી તેમનાં ચરણ કમળની પવિત્ર રજ પાતાને મસ્તકે ધરવા લાગ્યા. સ્વાગત મંડળીના પ્રમુખ “ધી ઇન્ડીયન મીરર” પત્રના માનવંતા અધિપતિ બાબુ નરેન્દ્રનાથ સેન સ્વામીજીને સ્ટેશનની બહાર લઈ ગયા. ઘણા સંન્યાસીઓ સ્વામીજીનાં દર્શન માટે ત્યાં આવ્યા હતા. તેમાં તેમના ગુરૂભાઈઓ પણ હતા. અહીં સ્વામીજીને ઘણા પુષ્પહાર પહેરાવવામાં આવ્યા હતા. જેમની વચમાં સ્વામીજી ઉછર્યા હતા તેમનેજ અપૂર્વ માન આપતા જોઈને સ્વામીજીની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં.

સ્વામીજી મી. સેવીઅર અને તેમનાં પત્ની, ત્રણે જણ બહાર ઉભી રાખેલી ગાડીમાં બેઠાં. પછીથી એક મોટો વરઘોડો કહાડવામાં આવ્યો અને સ્વામીજીને રીપન કૉલેજમાં લાવવામાં આવ્યા. જે મહોલ્લાઓમાં થઈને વરઘોડો પસાર થવાનો હતો ત્યાં આખે રસ્તે ધ્વજા, પતાકા અને પુષ્પોનાં તોરણો લટકાવવામાં આવ્યાં હતાં. સરક્યુલર રોડ ઉપર કેટલાંક આરકાં ઉભાં કરીને તેના ઉપર “પધારો સ્વામીજી” “જય રામકૃષ્ણ” “સ્વાગતમ્‌” વગેરે લખવામાં