આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૭
કલકત્તામાં આગમન.


છે એમ તમને નથી લાગતું ?

ઉપદેશક—તેઓનાં કર્મોનાં જ ફળ તેઓ ભોગવી રહેલા છે.

સ્વામીજી—સાહેબ, જે મંડળોમાં માનવજાતિ માટે દયાની લાગણી નથી; જે મંડળો પોતાના સ્વદેશ બંધુઓને ભૂખે મરતા ઠંડે પેટે જોયા કરીને માત્ર પશુ પક્ષીઓને માટેજ લાખો રૂપીઆ ખરચી નાંખે છે; તેવાં મંડળોને માટે મને જરાએ લાગણી નથી. “મનુષ્યો તેમનાં દુષ્કર્મોને લીધે દુકાળમાં મરે છે માટે તેમને મરવા દ્યો” આવાં નિર્દયતાથી ભરેલાં વચનો ઉચ્ચારતાં તમને શરમ આવતી નથી ? જો બધુંએ સૌ સૌના કર્માનુસારજ થાય છે તો પછી ગૌમાતાઓ માટે અને પોતાના નિર્વાહ માટે પણ માણસે શું કરવા યત્ન કરવો જોઈએ !

ઉપદેશક—પણ સ્વામીજી, આપણાં શાસ્ત્રો કહે છે કે “ગાય આપણી માતા છે !”

એ શબ્દો સાંભળીને સ્વામીજી જરાક હસ્યા અને બોલ્યા “હા, ગાય તમારી માતા છે, નહિ તો આવા તમારા જેવા (બળદ જેવા) બુદ્ધિશાળી પુત્રો પેદા થાય ક્યાંથી ?”

ઉપદેશકના ગયા પછી સ્વામીજીએ બીજા બેઠેલા ગૃહસ્થોને કહ્યું કે આવા ઉંધા વિચારોથીજ આખો દેશ દુર્દશામાં જઈ પડેલો છે. કર્મના નિયમને લોકો ક્યાં સુધી અવળો ઘસડી ગયા છે અને તેમાંથી કેવી નિર્દયતા ઉત્પન્ન થઈ રહેલી છે ! અફસોસ ! જેમને મનુષ્યો માટે લાગણી ન હોય તેમને મનુષ્યજ શી રીતે કહેવાં !”

સ્વામીજીના બધા સંવાદોનું વર્ણન આ સ્થળે આપી શકાય નહિ. [૧]* અહીંઆં એટલુંજ કહેવું બસ થશે કે તેમના સંવાદો અને વાર્તાલાપ હિંદના યુવાનોને સ્વકર્તવ્યનું ભાન કરાવનારા છે. તે


  1. સસ્તા સાહિત્ય તરફથી આ સંવાદો પણ નિકળ્યા છેજ.