આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સ્વામીજીની દરખાસ્તને સર્વેએ અનુમોદન આપવાથી રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ. પછીથી તેના કાર્ય તથા નિયમો વિષે વાદવિવાદ ચાલ્યો અને છેવટે સર્વાનુમતે નીચેના ઠરાવો પસાર કરવામાં આવ્યા.

સમાજનો હેતુ—શ્રીરામકૃષ્ણે પોતાના જ્ઞાન અને ચારિત્ર વડે જે ઉચ્ચ સત્યો પ્રબોધ્યાં છે તેને પોતાના જ્ઞાન અને ચારિત્રમાં ઉતારીને તથા લોકોમાં ફેલાવીને જનસમૂહની શારિરીક, માનસિક અને આધ્યાત્મિક સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરવો.

સમાજનું કર્તવ્ય—જુદા જુદા ધર્મો એકજ સર્વસામાન્ય ધર્મનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો છે એમ અનુભવ કરીને શ્રીરામકૃષ્ણે જુદા જુદા ધર્મો વચ્ચે પ્રેમની લાગણી વધારવા જે જે ઉપાયો યોજેલા છે તેમને અમલમાં મૂકવા.

સમાજની કાર્યપદ્ધતિ—જનસમૂહનું વ્યાવહારિક અને પારમાર્થિક કલ્યાણ સાધવાને માટે જે જ્ઞાન અને વિજ્ઞાનની જરૂર પડે તે જ્ઞાન અને વિજ્ઞાનને શિખવનારા ઉપદેશકોને તૈયાર કરવા. દેશની કલાઓ અને ઉદ્યોગોને ઉત્તેજન આપવું.

હિંદમાં કરવાનું કાર્ય—હિંદના જુદા જુદા ભાગોમાં મઠો અને આશ્રમો સ્થાપવા અને તેમાં સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓને એવી રીતે કેળવવા કે તેઓ લોકોને કેળવણી આપવામાં અને એક સ્થળેથી બીજે સ્થળે જઈ કેળવણીનાં સાધનો એકઠાં કરવામાં પોતાનું આખું જીવન વ્યતીત કરે.

પરદેશ સંબંધી કાર્ય—રામકૃષ્ણ મિશનના સુશિક્ષીત સભાસદોને હિંદની બહારના પ્રદેશોમાં ઉપદેશકો તરિકે મોકલવા અને ત્યાં સત્ય ધર્મનો ફેલાવો કરવો, જુદે જુદે સ્થળે ધાર્મિક મથકો સ્થાપવાં અને તે મથકો તથા હિંદના મઠો અને આશ્રમો વચ્ચે પ્રેમ અને સહકારિત્વની લાગણી વધારવી. સમાજનું કાર્ય અને તેના હેતુઓ કેવળ