આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સભાઓ ભરવી, ભાષણો કરાવવા અને જનસમૂહનું કલ્યાણ કરવાને પ્રયાસ કરવો, એ બધું માત્ર પાશ્ચાત્ય વિચારોનું અનુકરણ જ છે. ધાર્મિકતાનો આવો સંકુચિત અર્થ કેટલાકને કરતા જોઈને સ્વામીજી કહેતા કે “તમે શી રીતે જાણો છો કે મારા વિચારો શ્રીરામકૃષ્ણના વિચારો અને આદર્શોને મળતા નથી ? શ્રીરામકૃષ્ણ ઘણા ઉદાર, વિશાળ અને અપરિમિત વિચારોની સાક્ષાત મૂર્તિ હતા. તેવા શ્રીરામકૃષ્ણને તમારે તમારા વિચારોરૂપી હદમાંજ બાંધી રાખવા છે ? તે હદને હું તોડી નાંખીશ અને શ્રીરામકૃષ્ણના વિચારોને આખા જગતમાં કેલાવીશ. તમે જેમ તેમની છબીની માત્ર પૂજા કરી રહેલા છો. તેમ તેમની પૂજા માત્ર કર્યા કરવાનો ઉપદેશ કરવાનું તેમણે મને કહ્યું નથી. મોક્ષ મેળવવાના માર્ગો અનેક છે. આ જગતમાં જે ઘણા મત૫ંથો પ્રવર્ત્તી રહેલા છે તેમાં એકનો વધારો કરવાને સારૂ મારો જન્મ નથી. આપણે આપણા ગુરૂનો આશ્રય મેળવેલો છે તેથી આપણને ધન્ય છે; પરંતુ આપણને તેમણે જે વિચારો આપેલા છે તેનો જગતમાં છુટથી પ્રચાર કરીને ઋણમુક્ત થવું એ આપણું પરમ કર્તવ્ય છે.”

ગુરૂભાઇઓમાંનો એક સંતષ્ટ થઈને બોલી ઉઠ્યો કે, તમે જે ધારશો તે કરશો. અમે હમેશાં તમારી આજ્ઞા પાળવાને તૈયાર છીએ. હું સ્પષ્ટ રીતે જોઈ શકું છું કે ભગવાન રામકૃષ્ણજ તમારી મારફતે સઘળું કાર્ય કરી રહેલા છે. પરંતુ શ્રીરામકૃષ્ણની કાર્ય પદ્ધતિ જુદી હતી; તેથી વારંવાર મનમાં એમ થઈ જાય છે કે આપણે આડે માર્ગે તો જતા નહિ હોઈએ !”

સ્વામીજીએ જવાબ આપ્યો કે “વસ્તુસ્થિતિ આ પ્રમાણે છે. શ્રીરામકૃષ્ણના શિષ્યો તેમને પુરેપુરા સમજી શકતા નથી. તેમના ધારવા કરતાં વધારે મહત્તા ભગવાન શ્રીરામકૃષ્ણ ધરાવતા હતા. અગણિત આધ્યાત્મિક વિચારોની તે સાક્ષાત્‌ મૂર્તિ હતા અને તે આધ્યાત્મિક