આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


થઈ જતું અને સુધારાની વાત ચાલતાં તે સુધારાના અનેક વિષયોને હાથ ધરી તેનું રહસ્ય સમજાવતું.

આમ જુદે જુદે પ્રસંગે સ્વામીજી જુદા જુદા રૂપે જણાતા અને તેમની લાગણીઓમાં પરસ્પર વિરોધ ભાસતો, પણ તે વિરોધ વિરોધ નહિ હોતાં એકમાં એકતાજ હતી, અને જેમ એક વૃક્ષને અનેક ડાળાં હોય તેમ સ્વામીજીની સઘળી લાગણીઓ–પ્રવૃત્તિઓ તેમના વિશાળ અંતઃકરણનાં ડાળ પાંખડાં રૂપજ હતી, મહાન પુરૂષોના ચારિત્ર્યને અને તેમના વિશાળ હૃદયને સામાન્ય મનુષ્યો સમજી શકતા નથી.

બલરામ બાબુને ત્યાં અનેક વિષયો ઉપર ચર્ચા થતી અને સ્વામીજી તેમાં મુખ્ય વક્તાનો ભગ બજાવતા. દેશહિતના, ઈતિહાસના, મહાત્માઓ અને અવતારોને લગતા, એવા એવા અનેક મહત્ત્વના વિષયો ઉપર સ્વામીજી બહુજ લાગણીથી વાત કરતા. ગુરૂ ગોવિંદસિંહ ઉપર વાત ચાલતાં સ્વામીજી ઘણાજ જુસ્સાથી તે શિખ ગુરૂની કાર્ય પદ્ધતિનાં વખાણ કરતા. તે શિખ ગુરૂએ પોતાના શિષ્યોને કેવી અદ્ભુત રીતે કેળવ્યા હતા, તેમનામાં કેવું અલૌકિક શુરાતન હતું, અને સાથે સાથે તેમનો વૈરાગ્ય પણ કેવો તીવ્ર હતો, તે કેવું ઉત્કટ તપાચરણ કરતા, તેમનામાં કેવી અદ્ભુત સહનશીલતાએ વાસ કરેલો હતો, શિખ પ્રજાનો પુનરોદ્ધાર કરવાને માટે તે કેવી અંગતોડ મહેનત કરી રહ્યા હતા, કેટલાક મુસલમાન થઈ ગયેલા હિંદુઓને પાછા હિંદુધર્મમાં લાવવાને તે કેવો અથાગ શ્રમ વેઠી રહ્યા હતા અને પવિત્ર નર્મદા નદીને કિનારે કેવા શૌર્યથી તે મરણને શરણ થયા હતા, વગેરે બાબતો ઉપર સ્વામીજી અપૂર્વ પ્રકાશ પાડી રહ્યા હતા. ગુરૂ ગોવિંદસિંહે પોતાના શિષ્યોના હૃદયમાં શ્રદ્ધા અને હિંમતનો કેવો અલૌકિક જુસ્સો રેડ્યો હતો એ વાતને સ્વામીજી પુનઃ પુનઃ શ્રોતાઓનાં મગજમાં ઠસાવતા. એક લાખ કે તેથી પણ વધારે