આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૧
રામકૃષ્ણ મિશનની સ્થાપના.


મનુષ્યો સામે ઉભેલાં હોય તો પણ તેમનો શિષ્ય પોતાના હક્ક અને ધર્મના બચાવને માટે જરાએ પાછી પાની કરતો નહિ. એ વિષે વાત કરતાં સ્વામીજીનું હૃદય ઉછળતું અને તેમના હાવભાવ શ્રોતાઓના મગજમાં તે પ્રસંગની વસ્તુસ્થિતિનો તાદૃશ્ય ચિતાર ખડો કરતા. જ્યારે સ્વામીજી હિંદના મહાપુરૂષો વિષે કંઈ બોલતા ત્યારે શ્રોતાઓનો આત્મા અત્યંત ઉલ્લાસમાં આવી જતો, તેઓ પોતાનું ભાન ભૂલી જતા અને કથાના નાયકની સમીપમાંજ તે બેઠા છે એવો ભાસ તેમને થઈ રહેતો.

એક વખત બલરામ બાબુના ઘરમાં બેઠે બેઠે સ્વામીજી એક શિષ્યને ઋગ્વેદ વિષે વાત કહી રહ્યા હતા. ઋગ્વેદ ઉપર સાયણાચાર્યે ભાષ્ય લખેલું છે. એક ધનાઢ્ય પુરૂષના મકાનમાંથી સ્વામીજીનો એક શિષ્ય મેક્સમૂલરકૃત ઋગ્વેદ અને સાયણાચાર્યના ભાષ્યનું ભાષાંતર લઇ આવ્યો. સાયણાચાર્યે વેદોનું અનાદિત્વ સાબીત કરવાને માટે જે યુક્તિ અને તર્ક વાપરેલા છે તે તેમને સમજાવતાં સ્વામીજી સાયણચાર્યની બુદ્ધિનાં ભારે વખાણ કરવા લાગ્યા. છતાં સાથે સાથે એટલું પણ કહેવુંજ જોઇએ કે સ્વામીજી હંમેશાં સત્યવક્તા અને સ્પષ્ટવક્તાજ રહેતા. સાયણાચાર્યનાં વખાણ કરવાની સાથે ઋગ્વેદની કેટલીક રૂચાઓનો અર્થ કરવામાં તે ભૂલેલા છે એમ પણ સ્વામીજી દર્શાવતા. વળી તે રૂચાઓનો ખરો અર્થ અને ખરૂં રહસ્ય પ્રમાણોની સાથે તે સમજાવતા

ઋગ્વેદ ઉપર ચર્ચા કરતે કરતે સ્વામીજી કહેવા લાગ્યા કે; “મેક્સમુલરને મેં જોયા છે ત્યારથી મને એમજ લાગે છે કે જાણે પોતાના ભાષ્યને બરાબર સમજાવવાને સાયણાચાર્યેજ મેક્સમુલર તરિકે અવતાર લીધેલો છે ! તેમને અને તેમનાં પત્નીને ઓક્સફર્ડના એક એકાંત અને શાંત પ્રદેશમાં વાનપ્રસ્થાશ્રમનું પાલન કરતાં જોઈને મને વૈદિક સમયનાં યશસ્વી વસિષ્ટ અને અરૂંધતીનોજ ખ્યાલ આવ્યો હતો. જ્યારે મેં તેમની પાસેથી વિદાય લીધી ત્યારે તે વૃદ્ધ પુરૂષની આંખોમાં ચોધારાં