આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૯
પંજાબ વગેરે તરફ વિચરણ.


બીજે દિવસે ગામના મુખ્ય મુખ્ય ગૃહસ્થો અને સ્વામી પ્રકાશાનંદની જોડે વાત કરતાં સ્વામીજીએ આર્યસમાજ અને મુસલમાનો વચ્ચેનો વિરોધ ટાળવાના ઉપાયો બતાવ્યા.

રાવળપીંડીથી સ્વામીજી જમ્મુ ગયા. કાશ્મીરના મહારાજાએ તેમને ખાસ કરીને ત્યાં તેડાવ્યા હતા. ત્યાં મહારાજાના બંગલામાં મહારાજા, તેમના બે ભાઈઓ અને મુખ્ય અમલદારો હાજર હતા. મહારાજ અનેક પ્રશ્નો પૂછવા લાગ્યા. તે સઘળાનો ઉત્તર આપતાં સ્વામીજી જણાવવા લાગ્યા કે, આપણે હિંદુઓ જુના પુરાણા, કંઈ પણ અર્થ વગરના અને કઢંગા એવા અનેક રિવાજોને વળગી રહેલા છીએ. એ આપણી કેવી મૂર્ખાઈ છે ! આપણે માત્ર બાહ્ય ક્રિયાઓનેજ મહત્વ આપીએ છીએ અને એવા અનેક પ્રકારના અજ્ઞાનને લીધે આજકાલ કરતાં સાતસેં વર્ષથી ગુલામગીરી ભોગવી રહેલા છીએ. ધાર્મિક બાબતોનું ખરૂં રહસ્ય આપણે સમજતા પણ નથી અને સમજવા માગતા પણ નથી. આથીજ આપણામાં અનેક વ્હેમો પેસી ગયેલા છે. આગળ જતાં સ્વામીજીએ કહ્યું કે, “વ્યભિચાર એ મોટામાં મોટું પાપ છે અને કન્યાવિક્રય પણ મહાન પાપ છે; છતાં એવાં ઘોર પાપ કરનારને આપણે જરા પણ ન્યાત બહાર મૂકતા નથી. માત્ર રસોડામાં અને આભડછેટમાં જ આપણું બધું પુણ્ય અને પાપ આવી રહેલું છે !”

આ પ્રમાણે વાર્તાલાપ બરાબર ચાર કલાક સુધી ચાલ્યો. મહારાજા અને બીજાઓની અનેક શંકાઓ નિવૃત્ત થવાથી તેઓ સર્વ અતિશય સંતુષ્ટ થયા કાશ્મીરના મહારાજાના કહેવાથી જમ્મુમાં સ્વામીજીએ એક ભાષણ આપ્યું; તેથી ખુશ થઈને મહારાજાએ બીજાં વધારે ભાષણો આપવાનો અને જમ્મુમાં ઘણા દિવસ રહેવાનો સ્વામીજીને આગ્રહ કર્યો. જમ્મુમાં સ્વામીજીએ ઘણા મનુષ્યો સાથે આર્યસમાજ વિષે ચર્ચા કરી અને આર્યસમાજી સ્વામી અચ્યુતાનંદને