આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૫
બેલુર મઠમાં.


આ શ્લોક રામકૃષ્ણની સ્તુતિમાં ખાસ કરીને બોલાય છે.

સ્વામીજી હવે બેલુર મઠમાં રહેવા લાગ્યા, તેમની પ્રેરણાથી કેટલાકને સખત તપાચરણ કરવાની ઈચ્છા થઈ. કેટલાક ગરિબ અને માંદાઓને આશ્રય આપવાને તત્પર થઈ રહ્યા. કેટલાક સાધારણ અભણ વર્ગોમાં કેળવણીનો પ્રચાર કરવાને તૈયાર બની રહ્યા હતા. સર્વનાં હૃદયમાં સ્વામીજીનો જુસ્સો અને સ્વદેશપ્રીતિ વાસ કરી રહ્યાં. ખરેખર, આ વખતે સ્વામી વિવેકાનંદ ઉદાત્ત વિચારો અને ઉન્નત આત્માની જીવંત જ્યોતિ બની રહ્યા હતા. શ્રીમદ્ ભગવદ્‌ગીતામાં કહેલા ઉચ્ચ આદર્શોને તે હવે સમજાવવા લાગ્યા. શ્રીમદ્ ભગવદ્‌ગીતા ઉંચા પ્રકારનું પુરૂષાર્થ કરવાનું બોધે છે. એમ સર્વને તે પ્રત્યક્ષ કરાવવા લાગ્યા. શૈવ અને વૈષ્ણવ માર્ગોની પરા અને અપરા ભક્તિનું સ્વરૂપ સમજાવી શ્રોતાઓનાં હૃદયને તે ભક્તિથી પલાળવા લાગ્યા. વળી કોઈ દિવસ તે વેદાન્ત ઉપર ચર્ચા કરતા અને અદ્વૈતવાદની મહત્તા સર્વેને સમજાવતા અને તેમની બુદ્ધિને ખીલવતા હતા. સર્વેની આગળ શ્રી રામકૃષ્ણનું ઉત્તમ દૃષ્ટાંત તે ધરતા. શ્રી રામકૃષ્ણની સંનિધિમાં જે દિવસો ગળાયા હતા તેવાજ દિવસો ફરીથી બેલુરમઠમાં ગળાતા હોય તેવો સર્વેને ભાસ થવા લાગ્યો.

સને ૧૮૯૮ માં બેલુર ગામની પાસે પવિત્ર ગંગા કિનારે પંદર એકર જમીન એક મકાન સાથે વેચાતી લઈ મકાન વગેરેમાં કેટલીક મરામત કરાવવામાં આવી તેમજ બીજું એક ભવ્ય મંદિર અંધાવવામાં આવ્યું. એ મંદિરમાં રોજ શ્રી રામકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. મઠનું મકાન બંધાવવાને જોઈતી રકમ સ્વામીજીને તેમના અંગ્રેજ શિષ્યોએ લંડનમાં આપી હતી અને જમીન ખરીદવાને પણ એક સારી રકમ મિસ હેનરીએટા મુલર વગેરે શિષ્યોએજ આપી હતી. શ્રી રામકૃષ્ણની પૂજાને માટે જે મંદિર બંધાવવામાં આવ્યું હતું