આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૯
બેલુરમાં મઠ.


પુરૂષનાં પત્ની હોઈ કરોડોની મિલ્કત ધરાવતાં હતાં અને તેથી કલકત્તામાં પણ મોટો બંગલો રાખીને રહેવાને શક્તિમાન હતાં. આમ છતાં પણ મઠની જમીન ઉપર આવેલા એક જુના પુરાણા ઝુંપડામાં રહેવાનું તે વધારે પસંદ કરતાં હતાં. તે બતાવે છે કે સ્વામીજી પ્રત્યે તેમની ભક્તિ કેવી અગાધ હતી. કેવી સત્યપ્રીતિએ તેમના હૃદયમાં વાસ કર્યો હતો અને વેદાન્તનો બોધ તેમના ઉપર કેવી ઉંડી અસર ઉપજાવી રહ્યો હતો ! ખરેખર, મિસીસ ઓલબુલ અને તેમના જેવી બીજી શિષ્યાઓની સ્વામીજી પ્રત્યેની ભક્તિ વેદાન્તની અદ્ભુત મહત્તા અને પાશ્ચાત્યોની સત્યશોધક વૃત્તિનો પુરેપુરો ખ્યાલ આપણી આગળ રજુ કરે છે અને આપણા અદ્ભૂત તત્વજ્ઞાન તરફ તથા આપણા દેશના અસામાન્ય મહાત્માઓ તરફ આપણું જે અલક્ષ્ય છે તેને માટે આપણને શરમમાં નાંખે છે.

ધર્મપાલ પ્રથમ સ્વામીજીની પાસે આવ્યા હતા અને તેમને તેડીને તે મિસીસ ઓલબુલની પાસે જવાના હતા. તે વખતે ઘણોજ સખત પવન વાતો હતો અને વરસાદ પણ પુષ્કળ વરસતો હતો; તે છતાં સ્વામીજી ધર્મપાલની સાથે ગયા. રસ્તો ઘણો ખડબચડો અને કાદવવાળો થઈ જવાથી ચાલતાં ચાલતાં સ્વામીજીનો પગ લપસી જાય, તેમના ઉપર વરસાદની વાછંટ આવ્યા કરે, પણ સ્વામીજી નાના છોકરાની માફક હસતા અને આનંદ કરતા ચાલ્યાજ કરતા હતા. એટલામાં ધર્મપાલનો પગ કાદવમાં ઉડે પેસી ગયો તે કેમે કર્યો બહાર નીકળે નહિ. સ્વામીજીએ તેમની પાસે જઈને તેમનો હાથ પોતાને ખભે મૂકાવ્યો અને કેડેથી પકડીને તેમના પગ બહાર ખેંચી કહાડ્યો. પછી બંને જણ હસતા હસતા આગળ ચાલ્યા. જ્યાં જવાનું હતું ત્યાં આવી પહોંચ્યા પછી સર્વે પોત પોતાના પગ ધોવા લાગ્યા. ધર્મપાલ પોતાના પગ ધોવાને પાણીનો લોટો હાથમાં લેતા હતા