આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦૩
બેલુર મઠમાં.


આધ્યાત્મિક ભાવનાઓએ ઉંડી જડ ઘાલી છે. આર્ય તત્વજ્ઞાનના ઉચ્ચતમ સિદ્ધાંતો અત્યાર સુધી અમને અજ્ઞાત હતા, તે પહેલવહેલા અમે તેમનેજ મુખેથી સાંભળ્યા છે. તે સાંભળીને તેનો અમે બરાબર અભ્યાસ કર્યો છે. તેને અમે અમારાં હૃદયમાં દૃઢ ઠસાવ્યા છે. તેમને અમે અમારાં કુટુંબમાં ફેલાવ્યા છે. તેમને અમે અમારા વડીલો, માતાઓ, દિકરાઓ અને દિકરીઓને સમજાવ્યા છે અને એ સર્વ તે અદ્ભુત આધ્યાત્મિક જ્ઞાનને કૃતિમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યાં છે.”

પ્રમુખ તરિકે સ્વામીજીએ જણાવ્યું કે પ્રાચીન સમયમાં હિંદવાસીઓ પૂર્વ અને પશ્ચિમના પ્રદેશોમાં બહુ દૂર સુધી પ્રવાસ કરતા હતા. પ્રાચીન સમયમાં જેમ હિંદ અખિલ વિશ્વનું ગુરૂપદ ધારણ કરી રહ્યું હતું તેમજ અત્યારે પણ તે આખી દુનિયાના ગુરૂપદે બેસી શકે તેમ છે. આપણા સંકુચિત જીવનને વિસ્તૃત કરવું અને આપણા સર્વ શ્રેષ્ઠ આધ્યામિક વિચારોને સર્વત્ર ફેલાવવા એમાંજ આપણા ઉદ્ધારનું ખરું રહસ્ય રહેલું છે. એની સાથે પાશ્ચાત્યો પાસેથી તેઓએ વિજ્ઞાન, કળા, હુન્નર વગેરે પણ શિખવાં જોઈએ અને આ પ્રમાણે આપ લે કરવાથી હિંદવાસીઓ એક મોટી બળવાન પ્રજા બની રહેશે. અહીંઆ સ્વામીજીએ આત્મશ્રદ્ધા ઉપર ખાસ ભાર મૂકીને કહ્યું હતું કે “અરે મનુષ્યો ! તમારી પોતાની શક્તિમાં–આત્મામાં શ્રદ્ધા રાખતાં શીખો. તેમ કરવાથીજ તમે ઈશ્વરમાં ખરી શ્રદ્ધા રાખતાં શિખશો. એ સર્વશક્તિમાન શ્રદ્ધાનું રહસ્ય સમજાવવું એજ મારા જીવનનું ખરૂં કર્તવ્ય મેં ગણેલું છે. શ્રદ્ધા હોય તોજ મનુષ્યના મનમાં મહત્વાકાંક્ષા બંધાય છે. જો આપણામાં પુરતી શ્રદ્ધા આવે તો આપણે પ્રજાકિય જીવન જલદીથી વ્યાસ અને અર્જુનના દિવસો પાછા જોઈ શકે તેમ છે, કે જે દિવસોમાં જનપ્રીતિના સર્વોત્તમ સિદ્ધાંતો અને સર્વ પ્રકારની સુખ સમૃદ્ધિ ભારતવર્ષમાં વ્યાપી રહ્યાં હતાં.” છેવટે સ્વામીજીએ