આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

બંગાળાના યુવાનોને ઉદ્દેશીને કહ્યું હતું કે “તમે જાગૃત થાઓ, ભલે તમે ગરિબ હો, પરંતુ જગતનાં મોટાં મોટાં પરાક્રમો તો ગરિબોએજ કરેલાં છે. ભારતવર્ષનું કલ્યાણ કરવાને માટે પવિત્રતા, સહૃદયતા, સ્થિરતા અને વૈરાગ્ય ધારણ કરો અને તમારી જાતમાં અનહદ શ્રદ્ધા રાખો.

પ્રકરણ ૫૦ મું – દુષ્કાળકામો તથા અનાથાશ્રમો વગેરેની સ્થાપના.

સ્વામીજીની યોજના પ્રમાણે રામકૃષ્ણ મિશન હવે કાર્ય કરવા લાગ્યું હતું. ઘણે સ્થળે તેણે વેદાન્તનાં મથકો સ્થાપ્યાં હતાં. કલકતામાં સ્વામીજીની દેખરેખ નીચે તેના સભાસદો જ “બુદ્ધનો વૈરાગ્ય, સ્વામી વિવેકાનંદનું કાર્ય, જ્ઞાન અને ભક્તિ” વગેરે વિષયો ઉપર ભાષણો આપતા હતા. સ્વામીજીએ મદ્રાસમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં જે બીજ રોપ્યાં હતાં તેને લીધે ઘણા સુશિક્ષિત મદ્રાસીઓનાં હૃદય હવે તેના તરફ વળવા લાગ્યાં હતાં. અગાઉ ઘણા ખરા યુવાન મદ્રાસીઓ હિંદુઓની ધાર્મિક ભાવનાઓને હસી કહાડી નાસ્તિકતા અને જડવાદમાં ડૂબી રહ્યા હતા. તેઓ સ્વામીજીના સમાગમમાં આવ્યા પછી પવિત્ર અને ભક્તિમય જીવન ગાળવા લાગ્યા હતા.

સ્વામીજીએ અમેરિકામાં અને ઈંગ્લાંડમાં જે મહત્ કાર્ય કર્યું હતું તેની ભારે અસર તેમના ઉપર થઈ રહી હતી. હવે તેઓ મદ્રાસમાં વેદાન્તનું એક મથક સ્થાપવાની સ્વામીજીને અરજ કરી રહ્યા હતા. તેમની અરજી સ્વીકારીને સ્વામીજીએ મદ્રાસમાં વેદાન્તનું મથક સ્થાપી તેને ચલાવવાને પોતાના ગુરૂભાઈ સ્વામી રામકૃષ્ણાનંદને ત્યાં મોકલ્યા. રામકૃષ્ણાનંદ મદ્રાસ ગયા અને તેમણે દરરોજ